તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st April 2025
રોહિત શર્મા સતત ત્રણ મેચમાં ફ્લોપ: મુંબઈ ઈન્ડિયન્સ કઠીન નિર્ણય કરી શકે : આ 3 ખેલાડીને મળી શકે છે તક
છેલ્લે વાનખેડે મેદાન પર રોહિત શર્મા કંઈક અદ્ભુત કરશે તેવી અપેક્ષા હતી પરંતુ તે ફક્ત 13 રન જ બનાવી શક્યો

IPLના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈ ઈન્ડિયન્સ માટે 18મી સીઝન અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. મુંબઈએ પોતાની 3 મેચોમાં બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, KKR સામેની ત્રીજી મેચમાં, ટીમ લયમાં દેખાઈ અને જીતી ગઈ. પરંતુ આ મેચમાં પણ રોહિત શર્માનું બેટ શાંત રહ્યું. વાનખેડે મેદાન પર રોહિત શર્મા કંઈક અદ્ભુત કરશે તેવી અપેક્ષા હતી પરંતુ તે ફક્ત 13 રન જ બનાવી શક્યો.
IPLમાં છેલ્લી કેટલાક સીઝનથી રોહિત શર્માની બેટિંગ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેપ્ટનશીપ ગુમાવ્યા પછી તેનું બેટ જે રીતે શાંત રહ્યું છે તે જોઈને હવે ટીમમાં તેના સ્થાન અંગે ચર્ચાઓ ચાલી રહી છે
IPL 2025 માં રોહિતનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં તે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ગુજરાત ટાઇટન્સ સામેની આગામી મેચમાં, રોહિતે નિરાશ કર્યા અને ફક્ત 8 રન જ બનાવી શક્યો. KKR સામે પણ, મુંબઈ ફક્ત 117 રનનો પીછો કરી રહ્યું હતું. રોહિત પાસે પોતાને સ્થાયી કરવા માટે પૂરતો સમય હતો. પરંતુ રોહિત ફક્ત 13 રન જ બનાવી શક્યો અને તે બિલકુલ લયમાં દેખાતો ન હતો.
આઈપીએલમાં, ટીમો હવે એવા બેટ્સમેનોને પ્રાધાન્ય આપી રહી છે જે વિસ્ફોટક સ્ટાઇલમાં રમે છે. તે જ સમયે, દરેક ટીમ તેના ટોચના ક્રમ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખે છે. પરંતુ રોહિતની સતત નિષ્ફળતા મુંબઈ ઇન્ડિયન્સ માટે મુશ્કેલીઓ ઊભી કરી રહી છે. આવી સ્થિતિમાં, જો મુંબઈની ટીમ કઠિન નિર્ણય લે છે તો તેનું સ્થાન કોણ લેશે તે જોવું રસપ્રદ રહેશે.
આ યાદીમાં વિલ જેક્સનું નામ પણ સામેલ કરી શકાય છે. તે MI ના ટોપ ઓર્ડરની સમસ્યાઓનો ઉકેલ બની શકે છે. મજબૂત શરૂઆત આપવાની તેની ક્ષમતા અને IPL 2024 માં તેનો 175 નો સ્ટ્રાઇક રેટ તેને MI માટે વધુ સારો વિકલ્પ બનાવી શકે છે. , મુંબઈની ટીમ જેક્સને ઓપનર બનાવી શકે છે અને કોર્બિન બોશને પણ તક આપી શકે છે. બોશ હજુ સુધી IPLમાં કોઈ મેચ રમ્યો નથી. પરંતુ અન્ય લીગમાં તેનું ઓલરાઉન્ડ પ્રદર્શન અદ્ભુત રહ્યું છે. બીજું નામ કૃષ્ણન શ્રીજીત હોઈ શકે છે, જે એક આક્રમક વિકેટકીપર બેટ્સમેન છે. શ્રીજીતનો ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટક માટે ઉત્તમ રેકોર્ડ છે. તેમણે 2024 મહારાજા ટ્રોફીમાં 51 બોલમાં શાનદાર સદી ફટકારીને હતી. મુંબઈ તેને એક પ્રભાવશાળી ખેલાડી તરીકે પણ સામેલ કરી શકે છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
