તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st March 2025
કોલકાતા 116 રનમાં ઓલઆઉટ: મુંબઈના અશ્વિની કુમારે ડેબ્યૂ મેચમાં 4 વિકેટ ઝડપી
મુંબઈને જીતવા માટે 117 રનની જરૂર: કોલકાતા તરફથી અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ 26 રન જ્યારે રમનદીપ સિંહે 22 રન બનાવ્યા

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં માત્ર 116 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કોલકાતાને મોટો સ્કોર કરવા દીધો ન હતો. મુંબઈને જીતવા માટે 117 રનની જરૂર છે.
કોલકાતા તરફથી અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ 26 રન બનાવ્યા હતા, જ્યારે રમનદીપ સિંહે અંતે 22 રનનું યોગદાન આપ્યું હતું. રમનદીપે 12 બોલમાં 2 સિક્સર અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો.
મુંબઈ માટે અશ્વિની કુમારે ડેબ્યૂ મેચમાં જ ધમાકેદાર બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી. દીપક ચહરે 2 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, વિગ્નેશ પુથુર, મિશેલ સેન્ટનર અને ટ્રેન્ટ બોલ્ટે એક-એક વિકેટ લીધી હતી.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
