<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ટોરેન્‍ટ કંપની હવે ગુજરાત ટાઇટન્‍સના માલીક

અમદાવાદ સ્‍થિત ટોરેન્‍ટ ગૃપ ભારતની પાવર અને ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક છે

નવી દિલ્‍હીઃ આઇપીએલ સિઝન શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પણ તે પહેલા એક મોટા સમાચાર આવ્‍યા છે. ટુર્નામેન્‍ટની ૧૮જ્રાક સિઝન શરૂ થવાના માત્ર પાંચ દિવસ પહેલા લીગની એક મોટી ટીમ વેચાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ભૂતપૂર્વ ચેમ્‍પિયન ગુજરાત ટાઈટન્‍સને એક નવી કંપનીએ ખરીદી લીધી છે. ગુજરાતના પ્રખ્‍યાત ટોરેન્‍ટ ગ્રુપે ગુજરાત ટાઈટન્‍સનું સંપાદન પૂર્ણ કર્યું. ગુજરાત ટાઈટન્‍સ ૨૦૨૧માં  આઇપીએલમાં જોડાયું. ત્‍યારે સીવીસી કેપિટલ્‍સે તેને ૫૬૦૦ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. ગુજરાતે ૨૦૨૨જ્રાક્રત્‍ન તેની પહેલી સિઝનમાં જ ટાઈટલ જીત્‍યું હતું.ᅠ

સમાચાર એજન્‍સી પીટીઆઇ એ અહેવાલ આપ્‍યો છે કે ટોરેન્‍ટ ગ્રુપે ફ્રેન્‍ચાઈઝીના સંપાદનની પૂર્ણતાની જાહેરાત કરી. અમદાવાદ સ્‍થિત ટોરેન્‍ટ ગ્રુપ ભારતની પાવર અને ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક છે. જોકે, આ કંપનીએ ફ્રેન્‍ચાઈઝીમાં ૧૦૦ ટકા હિસ્‍સો ખરીદ્યો નથી. રિપોર્ટ અનુસાર, સીવીસી કેપિટલ્‍સની પેટાકંપની ઈરેલિયા સ્‍પોર્ટ્‍સ ઈન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડ આ ફ્રેન્‍ચાઈઝી ચલાવી રહી હતી. હવે ટોરેન્‍ટ ગ્રુપે તેનો ૬૭ ટકા હિસ્‍સો ખરીદીને ફ્રેન્‍ચાઈઝી પર નિયંત્રણ મેળવી લીધું છે.

જોકે, સીવીસી હજુ પણ ૩૩ ટકા હિસ્‍સો રાખશે. ૨૦૨૧માં બીસીસીઆઇ દ્વારા કરવામાં આવેલી ઈ-હરાજીમાં સીવીસી કેપિટલ્‍સે અમદાવાદ ફ્રેન્‍ચાઈઝ માટે સૌથી વધુ બોલી લગાવી હતી. ત્‍યારે કંપનીએ તેને ૫૬૦૦ કરોડ રૂપિયાની બોલી લગાવીને હસ્‍તગત કરી હતી. આ રીતે તે આઇપીએલના ઈતિહાસમાં બીજી સૌથી મોંઘી ફ્રેન્‍ચાઈઝી બની ગઈ. તેની સાથે, લખનૌ ફ્રેન્‍ચાઈઝી ગોએન્‍કા ગ્રુપ દ્વારા ખરીદવામાં આવી હતી, જે ૭ હજાર કરોડ રૂપિયાથી વધુની બોલી સાથે સૌથી મોંઘી ફ્રેન્‍ચાઈઝી સાબિત થઈ હતી.

ટીમની કમાન શુભમન ગિલના હાથમાં છે, મુખ્‍ય કોચ હજુ પણ આશિષ નેહરા છે, જયારે વિક્રમ સોલંકી હજુ પણ ફ્રેન્‍ચાઈઝીના ક્રિકેટ ડિરેક્‍ટર છે.

(3:40 PM IST)