<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

જો ક્રિકેટ ઓલિમ્‍પિકમાં સામેલ થાય છે તો માત્ર એક મેચ માટે ટી-ર૦ રિટાયરમેન્‍ટમાંથી કમબેક કરશે વિરાટ કોહલી

ઓલિમ્‍પિક મેડલ જીતવાની ઈચ્‍છા વ્‍યક્‍ત વિરાટે કરી કિંગ કોહલીએ

મુંબઇઃટીમ ઈન્‍ડિયાના સ્‍ટાર બેટ્‍સમેન વિરાટ કોહલી એ ટી-ર૦ ઈન્‍ટરનેશનલમાં નિવૃત્તિમાંથી પાછા ફરવા અંગે મોટું નિવેદન આપ્‍યું છે. વિરાટે ઈશારો આપ્‍યો છે કે, જો એક ખાસ શરત પૂર્ણ થશે તો તે માત્ર એક મેચ માટે તે રિટાયરમેન્‍ટમાંથી પાછો ફરી શકે છે.

જણાવી દઈએ કે, લોસ એન્‍જલસ ઓલિમ્‍પિક્‍સ ૨૦૨૮માં ક્રિકેટને પણ સ્‍થાન મળી શકે છે. આ વાત પર જયારે વિરાટ કોહલીને પ્રશ્ન કરવામાં આવ્‍યો ત્‍યારે તેને કહ્યું કે, જો ક્રિકેટ ઓલિમ્‍પિકમાં સામેલ થાય છે તો તે માત્ર એક મેચ માટે નિવૃતિમાંથી વાપસી કરવા પર વિચાર કરી શકે છે.વિરાટ કોહલીએ ઓલિમ્‍પિક મેડલ જીતવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરતાં કહ્યું કે, જો ટીમ ઈન્‍ડિયા ૨૦૨૮ ઓલિમ્‍પિકની ફાઈનલમાં પહોંચે છે, તો તે ફક્‍ત આ મેચ માટે રિટાયરમેન્‍ટમાંથી પાછો ફરવા પર વિચાર કરી શકે છે. એક ઓલિમ્‍પિક મેડલ જીતવો શાનદાર હશે.

(4:39 PM IST)