News of Saturday, 15th March 2025
ભારતની ટીમમાં રાજકોટના રાજ ચૌહાણની ગોલકિપર તરીકે પસંદગીઃ કાલે ટીમ રવાના થશે
બેંગકોક ખાતે રમાનાર એશિયન ફુટબોલ ચેમ્પિયનશીપ બીચ સોકર એશિયન કપ માટે

રાજકોટઃ બેંગકોક ખાતે રમાનાર ‘‘એશીયન ફુટબોલ ચેમ્પીયનશીપ બીચ સોકર એશીયન કપ-ર૦રપ'' માટે ભારતની ટીમમાં રાજકોટના રાજ મહીપતસિંહ ચૌહાણ, ગોલકીપર તરીકે પસંદગી પામેલ છે. ભારતની ટીમ તા.૧૬ના બેંગકોક ખાતે જવા રવાના થશે.
ભારત તેનો પ્રથમ મેચ તા.ર૦ના થાઇલેન્ડ સામે, બીજો મેચ તા.રરના રોજ કુવૈત સામે તથા ત્રીજો મેચ તા.ર૪ના રોજ લેબનોન સામે રમશે. અને ત્યારબાદ કવોલીફાય થઇને આગળ રમવા જશે.
ભારતની ટીમ આ મુજબ છે. પ્રતીક કનકોનક, રાજ ચૌહાણ (ગોલકીપર), સતીષ નાયક, નેહલ પરબ, મોહમલ અક્રમ, શ્રીજીથ બાબુ, જયપાલ સીંગ, અમીત ગોડારા, લતીશ કોન્કલકર, રોહીથ વાય, મુશીર ટીકેબી, મુખ્તાર ઉમારૂલ.
હેડ કોચ તરીકે મલેશીયાના મહમ્મદ ફૈઝલ બીન મો.સુદ સેવા આપશે.
રાજ ચૌહાણ ગુજરાત સ્ટેટ ફુટબોલ દ્વારા વર્ષ ર૦ર૪-રપમાં આયોજીત ગુજરાત સુપર લીગ કલબ ચેમ્પીયનશીપમાં કર્ણાવતી ફુટબોલ કલબ વતી ગોલકીપર તરીકે રમેલ અને કર્ણાવતી ફુટબોલ કલબને ચેમ્પીયન બનાવેલ.
રાજ ચૌહાણ રાજકોટની માસ્ટર એફ.સી.કલબમાં ગોલકીપર તરીકે રમે છે. જેને કોચીંગ અમીત શીયાળીયા દ્વારા આપવામાં આવે છે તથા ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસીએશનની કલબ ચેમ્પીયનશીપમાં ગોધરા એફ.સી. ટીમમાંથી રમે છે. રાજ ચૌહાણ મહિપતસિંહ બહાદુરસિંહ ચૌહાણના પુત્ર છે. તેમના પિતાશ્રી રાજકોટમાં બીલ્ડર અને વેપારી છે.
રાજ ચૌહાણની ભારતીય ટીમમાં પસંદગી થતા ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસીએશનના પ્રમુખ પરીમલભાઇ નથવાણી, સેક્રેટરી મુળરાજસિંહ ચુડાસમા, રાજકોટ ડીસ્ટ્રીકટ ફુટબોલ એસોસીએશનના હોદેદારો ગુણવંતભાઇ ડેલાવાળા, ડી.વી.મહેતા, મુકેશ બુંદેલા, બી.કે.જાડેજા, રોહીત બુંદેલા, જીવણસિંહ બારડ, રાજેશ ચૌહાણ, અજય ભટ્ટ, ધર્મેશ છત્રોલા, અમૃતલાલ બહુરાશી, જયેશ કનોજીયા, શીવરાજસિંહ ચાવડા, રાફેલ ડાભી, રોહીત પંડીત, મનદીપસિંહ બારડ, ભરત શીયાળીયા, અનુરાગ મલએ શુભેચ્છા પાઠવી છે. (૩પ.૯)
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
