<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

આઇપીએલની તૈયારીઓ વચ્‍ચે ક્રિકેટરો પર છવાયો ધુળેટીનો રંગઃકેટલાક નવાબી શૈલીમાં દેખાયા તો અમુક રંગીન મૂડમાં

ઋષભ પંત નવાબી અંદાજમાં જોવા મળ્‍યો, તેણે તેની પ્રથમ હોળી એલએસજી ટીમ સાથે ઉજવી.

નવી દિલ્‍હીઃ આજે દેશભરમાં હોળીનો તહેવાર ધામધુમથી ઉજવવાયોસર્વત્ર આનંદ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્‍યો. શેરીઓથી લઈને સડકો સુધી રંગો અને ગુલાલ વિખરાયેલા હતો. આ ખુશીના તહેવારથી ક્રિકેટરો પણ અળગા ન રહ્યા.આઇપીએલ૨૦૨૫ની તૈયારીઓ વચ્‍ચે સાથી ખેલાડીઓ સાથે હોળી રમી. કેટલાક નવાબી શૈલીમાં દેખાયા જયારે કેટલાક રંગીન મૂડ ધારણ કરે છે.

આઇપીએલ.ફ્રેન્‍ચાઈઝી સાથે સંકળાયેલા વિદેશી ખેલાડીઓ અને કોચ સ્‍ટાફે પણ હોળીની ખૂબ જ ઉત્‍સાહથી ઉજવણી કરી હતી. હવે તેની તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લખનઉ સુપર જાયન્‍ટ્‍સ સાથે સંકળાયેલો ઋષભ પંત નવાબી અંદાજમાં જોવા મળ્‍યો. તેણે તેની પ્રથમ હોળી એલએસજી ટીમ સાથે ઉજવી. અન્‍ય ફ્રેન્‍ચાઇઝીએ તેમના ચાહકોને હોળીની શુભેચ્‍છા પાઠવી હતી.(૩૬-૪)

(3:31 PM IST)