તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 15th March 2025
IPL 2025માં અમદાવાદમાં કેટલી મેચો રમાશે? જાણો મેચની તારીખ: ગુજરાત ટાઇટન્સનું સંપૂર્ણ શેડ્યૂલ સહિત ફુલ સ્કવોર્ડ
ગુજરાત ટાઇટન્સે ઓક્શન પહેલા રાશિદ ખાન, શુભમન ગિલ, રાહુલ તેવતિયા, શાહરૂખ ખાન અને સાઈ સુદરસનને ટીમમાં જાળવી રાખ્યા હતા

આઈપીએલ 2022માં બે નવી ટીમો ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને લખનૌ સુપર જાયન્ટ્સ ટૂર્નામેન્ટમાં ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીતી લીધું હતું, જ્યારે બીજી સિઝનમાં ટીમ રનર્સ-અપ રહી હતી. જો કે, વર્ષ 2024માં શુભમન ગિલની કેપ્ટનશીપ ગુજરાત ટાઇટન્સની ટીમ 8મા સ્થાને રહી હતી.
અમદાવાદ બેઝ્ડ ગુજરાત ટાઇટન્સની ટીમ આઈપીએલ 2025 (IPL 2025) ની સિઝનમાં દમદાર વાપસી માટે તૈયાર છે. IPL 2025 ના ઓક્શન દરમિયાન ટીમે કેટલાક મોટા ખેલાડીઓ પર દાવ રમ્યો હતો. જેમાં જોસ બટલર, કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓના નામ સામેલ છે.
ગુજરાત ટાઇટન્સે ઓક્શન પહેલા રાશિદ ખાન, શુભમન ગિલ, રાહુલ તેવતિયા, શાહરૂખ ખાન અને સાઈ સુદરસનને ટીમમાં જાળવી રાખ્યા હતા. ત્યારે આ આર્ટિકલમાં જાણો અમદાવાદમાં IPL 2025ની કુલ કેટલી મેચો રમાશે? સાથે જ જાણો મેચની તારીખ અને ગુજરાત ટાઇટન્સનું સંપૂર્ણ શેડ્યૂલ સહિત ફુલ સ્કવોર્ડ.
IPL 2025માં ગુજરાત ટાઇટન્સનું સંપૂર્ણ શેડ્યૂલ
મેચતારીખસ્થળસમયગુજરાત ટાઇટન્સ vs પંજાબ કિંગ્સ25 માર્ચનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદસાંજે 7:30ગુજરાત ટાઇટન્સ vs મુંબઈ ઈન્ડિયન્સ29 માર્ચનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદસાંજે 7:30રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ vs ગુજરાત ટાઇટન્સ2 એપ્રિલચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુસાંજે 7:30સનરાઈઝર્સ હૈદરાબાદ vs ગુજરાત ટાઇટન્સ6 એપ્રિલરાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદસાંજે 7:30ગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રોયલ્સ9 એપ્રિલનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદસાંજે 7:30લખનૌ સુપર જાયન્ટ્સ vs ગુજરાત ટાઇટન્સ12 એપ્રિલએકાના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌબપોરે 3:30ગુજરાત ટાઇટન્સ vs દિલ્હી કેપિટલ્સ19 એપ્રિલનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદબપોરે 3:30કોલકાતા નાઈટ રાઈડર્સ vs ગુજરાત ટાઇટન્સ21 એપ્રિલઈડન ગાર્ડન્સ, કોલકાતાસાંજે 7:30રાજસ્થાન રોયલ્સ vs ગુજરાત ટાઇટન્સ28 એપ્રિલસવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુરસાંજે 7:30ગુજરાત ટાઇટન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ2 મેનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદસાંજે 7:30મુંબઈ ઈન્ડિયન્સ vs ગુજરાત ટાઇટન્સ6 મેવાનખેડે સ્ટેડિયમ, મુંબઈસાંજે 7:30દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત ટાઇટન્સ11 મેઅરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હીસાંજે 7:30ગુજરાત ટાઇટન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ14 મેનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદસાંજે 7:30ગુજરાત ટાઇટન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ18 મેનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદબપોરે 3:30
IPL 2025માં ગુજરાત ટાઇટન્સનું ફુલ સ્કવોર્ડ
શુભમન ગિલ (કેપ્ટન), રાશિદ ખાન, સાઈ સુધરસન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, કગીસો રબાડા, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, અનુજ રાવત, માનવ સુથાર, કુમાર કુશાગ્રા, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, ગેરાલ્ડ કોટ્ઝી, ગુર્નૂર બ્રાર, શેરફેન રૂધરફોર્ડ, સાઈ કિશોર, ઇશાંત શર્મા, જયંત યાદવ, ગ્લેન ફિલિપ્સ.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
