તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th March 2025
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ
સ્ટીવ સ્મિથ અને ગ્લેન ફિલિપ્સને પાછળ છોડી દીધા :બુમરાહ બે વાર ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતી ચૂક્યો છે, પરંતુ હવે ગિલે બુમરાહને પાછળ છોડી દીધો

નવી દિલ્હી, તા.૧૩
ભારતીય બેટ્સમેન શુભમન ગિલને ICC પ્લેયર ઓફ ધ મંથ ફેબ્રુઆરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ રીતે શુભમન ગિલે ત્રીજી વખત ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. જોકે, આ બાબતમાં શુભમન ગિલે જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો છે. અત્યાર સુધી જસપ્રીત બુમરાહ ભારતીય ક્રિકેટર છે જેણે સૌથી વધુ વખત ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. જસપ્રીત બુમરાહ બે વાર ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતી ચૂક્યો છે. પરંતુ હવે શુભમન ગિલે જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો છે.
ગયા મહિને શુભમન ગિલે વન-ડે ફોર્મેટમાં રનનો વરસાદ વરસાવ્યો હતો. શુભમન ગિલે વન-ડે ફોર્મેટમાં ૧૦૧.૫૦ની સરેરાશથી ૪૦૬ રન ફટકાર્યા હતા. શુભમન ગિલ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને ફેબ્રુઆરી માટે ૈંઝ્રઝ્ર પ્લેયર ઓફ ધ મંથ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, પરંતુ શુભમન ગિલે આ એવોર્ડ જીત્યો હતો. તાજેતરમાં, રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયાની જીતમાં શુભમન ગિલનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું. આ બેટ્સમેને પોતાના બેટથી ભારતીય ટીમનું કામ સરળ બનાવી દીધું હતું.
શુભમન ગિલે 55 ODI મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ફોર્મેટમાં શુભમન ગિલે ૯૯.૫૭ના સ્ટ્રાઇક રેટ અને ૫૯.૦૪ની સરેરાશથી ૨૭૭૫ રન ફટકાર્યા હતા. આ બેટ્સમેને વન-ડે ફોર્મેટમાં ૮ સદી ફટકારી છે. આ ઉપરાંત, તેણે ૧૫ વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. શુભમન ગિલનો આ ફોર્મેટમાં શ્રેષ્ઠ સ્કોર ૨૦૮ રન છે. શુભમન ગિલ વિશ્વ ક્રિકેટમાં ખૂબ જ ઓછા બેટ્સમેનોમાંનો એક છે જેમણે વન-ડે ફોર્મેટમાં બેવડી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
