<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

પી વી સિંધુ ચેમ્પિયનશિપ માંથી બહાર, રોહન-રુત્વિકા અને ત્રિશા-ગાયત્રી જીત્યા

પહેલી ગેમ જીતવા છતાં, સિંધુ ત્રણ ગેમમાં મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ

નવી દિલ્હી : બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ બુધવારે બર્મિંગહામમાં ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં કોરિયાની કિમ ગા યુન સામે હારી ગઈ. પહેલી ગેમ જીતવા છતાં, સિંધુ ત્રણ ગેમમાં મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. 

  જોકે, મહિલા ડબલ્સમાં, કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડી છેલ્લા 16માં પહોંચી ગઈ. જ્યારે રોહન કપૂર અને રૂત્વિકા શિવાની ગાડેની જોડી મિક્સ ડબલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ.

(12:42 AM IST)