<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

ચેમ્પિયન્સ ટ્રોફી પછી તરત જ નવા સેન્ટ્રલ કોન્ટ્રાકટની જાહેરાત :5 ખેલાડીઓની રજા

બીસીબીએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી જેમાં 22 ખેલાડીઓનો સમાવેશ કરાયો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો અંત ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન બનવા સાથે થયો. ચેમ્પિયન્સ ટ્રોફી સમાપ્ત થતાંની સાથે જ વર્ષ 2025 માટે કેન્દ્રીય કરારની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એટલે કે BCBએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે, જેમાં 22 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખેલાડીઓને 5 અલગ-અલગ ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. A+ ગ્રેડમાં માત્ર 1 ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે 4 ખેલાડીઓને A ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા છે.

  A+ ગ્રેડમાં સ્થાન મેળવનાર એકમાત્ર ખેલાડી તસ્કીન અહેમદ છે. જ્યારે A ગ્રેડમાં નઝમુલ હુસૈન શાંતો, મેહદી હસન મિરાજ, લિટન દાસ અને મુશફિકુર રહીમ છે. સૌમ્ય સરકાર અને શાદમાન ઈસ્લામ 2021 અને 2022 પછી પહેલીવાર BCBના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પરત ફર્યા છે

   બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો એ ગ્રેડમાં સમાવિષ્ટ ચાર ક્રિકેટરોમાં સામેલ છે, જેમનો પગાર દર મહિને લગભગ US$6,600 હશે. ફાસ્ટ બોલર નાહિદ રાણાને પણ તેના શાનદાર પ્રદર્શન બાદ ગ્રેડ Bમાં ખસેડવામાં આવ્યો છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવનાર ચાર નવા ખેલાડીઓમાં તે સામેલ છે, અન્યમાં ઝખાર અલી, તંજીદ હસન અને રિશાદ હુસૈન છે. આ ત્રણ ખેલાડીઓને દર મહિને અંદાજે US $3,300ના પગાર સાથે ગ્રેડ Cમાં મૂકવામાં આવ્યા છે.

  આ વખતે 5 ખેલાડીઓને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. જેમાં શાકિબ અલ હસન, ઝાકિર હસન, મહમુદુલ હસન જોય, નઈમ હસન અને નુરુલ હસનનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ પાસે ગયા વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હતો પરંતુ આ વખતે તેમના નામ યાદીમાંથી ગાયબ છે.

  બાંગ્લાદેશ કેન્દ્રીય કરાર 2025

 ગ્રેડ A+: તસ્કીન અહેમદ ગ્રેડ A: નઝમુલ હુસૈન શાંતો, મેહદી હસન મિરાજ, લિટન દાસ, મુશફિકુર રહીમ

 ગ્રેડ B: મોમિનુલ હક, તૈજુલ ઇસ્લામ, મહમુદુલ્લાહ, મુસ્તફિઝુર રહેમાન, તૌહીદ હ્રિદોય, હસન મહમૂદ, નાહીદ રાણા.

 ગ્રેડ સી: શાદમાન ઈસ્લામ, સૌમ્ય સરકાર, ઝેકર અલી, તંજીદ હસન, શોરીફુલ ઈસ્લામ, રિશાદ હુસૈન, તનઝીમ હસન, મહેદી હસન.

ગ્રેડ ડી: નસુમ અહેમદ, ખાલિદ અહેમદ

નોંધનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટીમને ભારત અને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે પાકિસ્તાન સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી

(1:18 PM IST)