તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Monday, 10th March 2025
દાંડિયાથી ગંગનમ સ્ટાઇલ ડાન્સ સુધીની ઉજવણી કરી રોહિત એન્ડ કંપનીએ

દુબઇ,તા.૧૦: ગઈ કાલે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ૨૦૧૧ના વર્લ્ડ કપ બાદ વન-ડે ટાઇટલનો દુકાળ સમાપ્ત કર્યો હતો. આ સાથે ભારતીય ટીમે ન્યુ ઝીલેન્ડ સામે પચીસ વર્ષ જૂનો બદલો પણ લીધો હતો. ૨૦૦૦માં કિવી ટીમ ભારતને હરાવીને એકમાત્ર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જીત બાદ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમથી લઈને ભારતની દરેક શેરીઓમાં ઉજવણી શરૂ થઈ હતી. ભારતીય પ્લેયર્સ પણ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ગુજરાતી દાંડિયાથી લઈને કોરિયાના ગંગનમ સ્ટાઇલ ડાન્સ સુધી તમામ પ્રકારની ઉજવણી કરીને ભારતીય પ્લેયર્સે પોતાની અપાર ખુશી વ્યક્ત કરી હતી.
પરિવારને મળીને ભારતીય પ્લેયર્સ ઇમોશનલ પણ થઈ ગયા હતા. ૧૨ વર્ષ બાદ ભારતીય પ્લેયર્સ ચેમ્પિયન્સ ટ્રોફીના આઇકોનિક વાઇટ જેકેટથી સન્માનિત થયા હતા. આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ જીતીને ભારતે વિશ્વને પોતાની તાકાત બતાવી દીધી છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
