<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

લીગ મેચમાં ભારત સામે પાંચ વિકેટ લેનાર મેટ હેનરી

 નવી દિલ્‍હીઃ ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની ફાઈનલ મેચ પહેલા ન્‍યૂઝીલેન્‍ડને મોટો આંચકો લાગી શકે છે. ન્‍યૂઝીલેન્‍ડના ફાસ્‍ટ બોલર મેટ હેનરી ખભા પર ઈજાના કારણે ફાઈનલથી બહાર થઈ શકે છે. મેટ હેનરી એ જ બોલર છે જેણે ગ્રુપ મેચમાં ભારત સામે ૫ વિકેટ ઝડપી હતી.

ન્‍યૂઝીલેન્‍ડની ટીમ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી દરમિયાન ઈજાથી પરેશાન રહી છે. હવે ઈજાગ્રસ્‍ત ખેલાડીઓમાં મેટ હેનરીનું નામ પણ જોડાઈ ગયું છે. ટીમના કોચ ગેરી સ્‍ટીડે કહ્યું, મેટના ખભા પર ઈજા થઈ છે. તે અસહજ અનુભવ કરી રહ્યો છે. તેનું સ્‍કેનિંગ કરવામાં આવ્‍યું છે. હજુ તેનો રિપોર્ટ આવ્‍યો નથી. અમે આશા કરી રહ્યા છીએ કે, તે મેચ સુધીમાં સ્‍વસ્‍થ થઈ જશે.

(3:58 PM IST)