<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

રોહિત એક નિડર ખેલાડી, તે પોતાના કમ્‍ફર્ટ જોનથી બહાર આવીને રમે છે

યુવરાજના પિતા યોગરાજસિંહે કહયું

નવી દિલ્‍હીઃ ફાઇનલ મેચને લઇને ક્રિકેટ નિષ્‍ણાત અને ચાહકો પોત-પોતાનો મત રજૂ કરી રહ્યાં છે. હવે ટીમ ઇન્‍ડિયાના પૂર્વ ઓલરાઉન્‍ડર યુવરાજસિંહ ના પિતા યોગરાજે ફાઇનલ મેચ પર મોટી ભવિષ્‍યવાણી કરતા કહયું કે ભારતીય ટીમ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી જીતશે. યોગરાજે ભારતીય કેપ્‍ટન રોહિત શર્માની પણ પ્રશંસા કરી.

યોગરાજસિંહ પોતાની યુટયૂબ ચેનલ પર કહ્યું ‘આ ભવિષ્‍યવાણી વિશે નથી, આ સ્‍ટડી વિશે છે.ઘણા લોકો રોહિત શર્મા વિશે વાત કરે છે અને ફરિયાદ કરે છે કે તે રન બનાવી રહ્યા નથી. ઉચ્‍ચ ક્રમમાં રમવાથી તેની ઇમ્‍પેકટને તો જુઓ. જો તે ર૦-૩૦ રન બનાવી રહ્યો છે તો તેની ઇમ્‍પેકટ જણાવે છે કે તે એક નીડર ખેલાડી છે અને ટીમ નીડર ક્રિકેટ રમી રહી છે. તમામ યુવાન તેનું અનુસરણ કરી રહ્યાં છે. તે પોતાના કમ્‍ફર્ટ જોનથી બહાર આવી રમી રહ્યો છે.

(3:47 PM IST)