તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં આ દિગ્ગજ સંભાળશે મેદાન પર કમાન
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ માટે મેચ અધિકારીઓની જાહેરાત કરી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા 2013 બાદ ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવા ઈચ્છશે. આ સાથે જ ન્યુઝીલેન્ડ પણ બીજી વખત આ ખિતાબ જીતવા માંગશે. ચાહકો રોમાંચક મેચની અપેક્ષા રાખી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ લીગ મેચમાં કીવી ટીમને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં તેનો પ્રયાસ ફરી એકવાર કીવી ટીમને હરાવવાનો રહેશે. આ કડીમાં ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ માટે મેચ અધિકારીઓની જાહેરાત કરી છે.
મેચ અધિકારીઓની યાદી
મેદાન પરના અમ્પાયરો: પોલ રાઇફલ અને રિચાર્ડ ઇલિંગવર્થ
થર્ડ અમ્પાયર: જોએલ વિલ્સન
ચોથો અમ્પાયર: કુમાર ધર્મસેના
મેચ રેફરીઃ રંજન મદુગલે
લાહોરમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલમાં પોલ રાઈફલે અમ્પાયર કર્યું હતું, જ્યારે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમીફાઈનલમાં રિચર્ડ ઈલિંગવર્થ અમ્પાયર હતા. ઇલિંગવર્થ, ચાર વખતના ICC અમ્પાયર ઓફ ધ યર, તાજેતરમાં 2023 ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ અને 2024 ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ફરજ બજાવી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવ્યું હતું. ફાઈનલ મેચ 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.
બંને દેશોની સ્કવોડ
ભારતીય ક્રિકેટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી
ન્યુઝીલેન્ડની ટીમઃ વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ'રર્કે, જેકબ ડફી, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, નાથન સ્મિથ.
(1:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
