News of Wednesday, 5th March 2025
ઓસ્ટ્રેલિયા સામેની સેમિફેનલ મેચમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારીને જય શાહ પાસે પહોંચાડી દીધો બોલ : ICC ચેરમેનનુ રિએક્શન સોશિયલ મીડિયામાં વાયરલ :જુઓ વિડિઓ
આ સિક્સ જોઈને જય શાહ પણ ખુશ થઈ ગયા હતા અને તેમનો પોતે બોલ ઉઠાવીને મેદાન પર ફેંક્યો , હાર્દિક પંડ્યાની આ સિક્સ 101 મીટર લાંબી હતી

નવી દિલ્હી તા.૫ : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી માત આપીને ફાઈનલમાં એન્ટ્ર કરી લીધી છે. આ મેચમાં હાર્દિક પંડ્યાએ 24 બોલમાં 28 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેને 1 ફોર અને 3 ગગનચુંબી સિક્સ પણ ફટકારી હતી. ત્યારે આ દરમિયાન એક વખત બોલ સીધો ICC ચેરમેન જય શાહ પાસે પણ પહોંચી ગયો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા માટે આઈસીસી ચેરમેન જય શાહ પણ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન જ્યારે હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારી તો એક સિક્સ સીધી જય શાહ પાસે પહોંચી હતી. આ સિક્સ જોઈને જય શાહ પણ ખુશ થઈ ગયા હતા અને તેમનો પોતે બોલ ઉઠાવીને મેદાન પર ફેંક્યો હતો. હાર્દિક પંડ્યાની આ સિક્સ 101 મીટર લાંબી હતી. જય શાહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાએ આપેલા 265 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની 84 રનની શાનદાર ઈનિંગની મદદથી 48.1 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. કોહલીને રોહિત શર્મા (28 રન), શ્રેયસ અય્યર (45 રન), અક્ષર પટેલ (27 રન), કેએલ રાહુલ (42* રન) અને હાર્દિક પંડ્યા (28 રન)નો પણ સાથ મળ્યો હતો.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
