તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
' મે આવું કરી શકો નહીં ' રવિન્દ્ર જાડેજાની હરકત પર ઉઠાવ્યા સવાલ : જાણો કેમ ભડક્યો દિગ્ગજ કમેન્ટેટર
નિયમોના ઉલ્લંઘન છતાં એક્શન ન લેવા પર સવાલ ઉઠાવતાં સાઈમન ડુલે પોતાની પ્રતિક્રિયા આપી

મુંબઈ : રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ટીમ ઈન્ડિયાએ રવિવારે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ-A મેચમાં જોખમી ટીમ ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવી દીધી. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની તમામ 3 મેચ જીતીને ગ્રપૂ-A માં ટોપ કર્યું છે. હવે ટીમ ઈન્ડિયાનો સામનો 4 માર્ચે સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાથી થશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રવિવારે મેચ દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વિવાદોમાં આવી ગયો. રવિન્દ્ર જાડેજાએ કંઈક એવું કર્યું જેના કારણે ન્યૂઝીલેન્ડના ક્રિકેટ કમેન્ટેટર સાઈમન ડૂલે તેની પર નિશાન સાધ્યું છે.
રવિન્દ્ર જાડેજાએ 33 મી ઓવરના બીજા બોલ પર ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ટૉમ લેથમ (14) ને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને મહત્ત્વના અવસરે એક મોટી વિકેટ અપાવી. ટૉમ લેથમે રિવર્સ સ્વીપ કરવાનો પ્રયત્ન કર્યો અને બોલની લાઈનને સંપૂર્ણરીતે ખોટી લીધી, જેનાથી બોલ તેને પાછળના થાઈ પર વાગ્યો. ટૉમ લેથમે રિવ્યૂ લેવા પર વિચાર પણ કર્યો નહીં અને તે અમ્પાયરની આંગળી ઉઠાવવા પર વિરોધ કર્યા વિના મેદાનથી બહાર જતો રહ્યો. જોકે, આ દરમિયાન રવિન્દ્ર જાડેજાની એક હરકત ન્યૂઝીલેન્ડના કમેન્ટેટર સાઈમન ડૂલને પસંદ આવી નહીં.
રવિન્દ્ર જાડેજા બોલ ફેંકવાના તાત્કાલિક બાદ એલબીડબલ્યૂની અપીલ કરતાં અને વિકેટનો જશ્ન મનાવતાં પિચની વચ્ચોવચ્ચ દોડવા લાગ્યો. સાઈમન ડૂલે રવિન્દ્ર જાડેજાની પિચની વચ્ચોવચ્ચ દોડવા પર વાંધો વ્યક્ત કર્યો છે. સામાન્ય રીતે ખેલાડીઓને આ પ્રકારની હરકતો માટે ચેતવણી આપવામાં આવે છે જેથી પિચને નુકસાન ન પહોંચે પરંતુ આ મામલે અમ્પાયરોએ દખલગિરી ન કરવાનો નિર્ણય કર્યો. નિયમોના ઉલ્લંઘન છતાં એક્શન ન લેવા પર સવાલ ઉઠાવતાં સાઈમન ડુલે પોતાની પ્રતિક્રિયા આપી છે
સાઈમન ડૂલે કહ્યું, 'આને જુઓ. તમે આવું કરી શકો નહીં. (આ સાથે) ચેતવણી આપવી જોઈતી હતી. ખેલાડીઓને પિચના ડેજર એરિયા પર પગલું મૂકવા પર ચેતવણી આપવામાં આવે છે. ભારતને પહેલા બેટિંગનું આમંત્રણ મળવા પર શ્રેયસ અય્યર (79) ની અડધી સદીની ઈનિંગની મદદથી 9 વિકેટ પર 249 રન બનાવ્યા બાદ ન્યૂઝીલેન્ડને 45.3 ઓવરમાં 205 રન પર આઉટ કરી દીધું. ટોપ ત્રણ બેટ્સમેનોના જલ્દી આઉટ થયા બાદ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે ભારતની ઈનિંગને સંભાળી. શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે ચોથી વિકેટ માટે 136 બોલમાં 98 રનની ભાગીદારી કરી અને ભારતને લડવા લાયક સ્કોર સુધી પહોંચાડ્યું. અક્ષર પટેલે 60 બોલમાં 42 રન બનાવ્યા જ્યારે શ્રેયસે 98 બોલમાં 79 રનની ઈનિંગ રમીને છેલ્લી છ ઈનિંગમાં પોતાની ચોથી અડધી સદી બનાવી
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
