તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
IPL 2025: KKR એ સિઝન માટે નવી થ્રી-સ્ટાર જર્સીનું કર્યું અનાવરણ

નવી દિલ્હી: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝન માટે તેમની નવી જર્સીનું અનાવરણ કર્યું છે. સોમવારે રિલીઝ થયેલી જર્સીમાં એક ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે - તેમાં "ત્રણ સ્ટાર" ઉમેરવામાં આવ્યા છે, જે ટીમના ત્રણ IPL ટાઇટલ જીત (2012, 2014, 2024)નું પ્રતીક છે. KKR એ જર્સી લોન્ચ માટે એક ખાસ વિડીયો બહાર પાડ્યો. આ વીડિયોમાં, રિંકુ સિંહ, વેંકટેશ ઐયર, રમનદીપ સિંહ, મનીષ પાંડે, વૈભવ અરોરા, અનુકુલ રોય, મયંક માર્કંડે અને લવનીથ સિસોદિયા નવી જર્સી પહેરેલા જોવા મળે છે.ટીમના લોગો ઉપર ત્રીજા સ્ટાર ઉપરાંત, આ વખતે જર્સીમાં બીજી એક ખાસિયત ઉમેરવામાં આવી છે. ટીમની જર્સીની સ્લીવ પર ગોલ્ડન IPL બેજ પણ હશે, જે 2025 સીઝનથી ડિફેન્ડિંગ ચેમ્પિયનના માનમાં ઉમેરવામાં આવ્યો છે."થ્રી-એજ્ડ સ્ટાર" થીમ પર આધારિત આ નવી જર્સી પણ વેચાણ માટે લોન્ચ કરવામાં આવી છે. ચાહકો તેને નાઈટ ક્લબ (KKR ની સત્તાવાર એપ્લિકેશન), વેબસાઇટ અને સોશિયલ મીડિયા ચેનલો પરથી ખરીદી શકે છે.KKR એ નવી જાંબલી અને સોનાની જર્સી લોન્ચ કરવા માટે 3 માર્ચ (03/03) ને ખાસ દિવસ તરીકે પસંદ કર્યો. આ ઉપરાંત, ટીમે 'ઇન ધ નાઇટ સ્કાય' ઝુંબેશ હેઠળ અવકાશમાં ત્રણ વાસ્તવિક તારાઓની નોંધણી કરાવી છે અને તેમના નામ ટીમના સૂત્ર 'કોર્બો', 'લોર્બો' અને 'જીત્બો' પરથી રાખ્યા છે. તે 2012, 2014 અને 2024 માં તેમની જીતને સમર્પિત છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
