News of Sunday, 2nd March 2025
૪ માર્ચે પ્રથમ સેમી ફાઇનલ દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ્યારે ૫ માર્ચે બીજો સેમિફાઇનલ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લાહોરમાં રમાશે

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રથમ સેમિ ફાઈનલ દુબઈ ખાતે ૪ માર્ચે બપોરે ૨.૩૦ કલાકથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે;
જ્યારે બીજો સેમિફાઇનલ લાહોર ખાતે ૫ માર્ચે ૨.૩૦ વાગ્યાથી ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.
૯ માર્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઇનલ મેચ રમાશે.
આજીવછેલ્લી લીગ મેચમાં દુબઈ ખાતે ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. ભારતીય ટીમ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૪૯ રન બનાવેલ. શ્રેયસ અય્યરે ૭૯ રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ ૫ વિકેટ લીધી.
ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં સતત ત્રીજી મેચ જીતી લીધી છે. આ મેચમાં રોહિતની કપ્તાનીવાળી ટીમે ૪૪ રને આ મેચ જીતી લીધી છે. વરૂણ ચક્રવર્તીએ પાંચ વિકેટ લીધી.
ન્યૂઝીલેન્ડ ૨૦૫ રનમાં ઓલ આઉટ થઈ ગયેલ.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
