News of Sunday, 2nd March 2025
શ્રેયસ-હાર્દિકની શાનદાર ઇનિંગ્સ: ન્યૂઝીલેન્ડને જીતવા માટે 250 રનનો ટાર્ગેટ :હાર્દિકે પહેલી વિકેટ ઝડપી
હાર્દિક પંડ્યાએ ભારતને પ્રથમ સફળતા અપાવી:રચિન રવિન્દ્રને 12 બોલમાં 6 રનની ઇનિંગ રમી ;અક્ષર પટેલે રચિનનો શાનદાર કેચ લીધો

નવી દિલ્હી. ભારતીય ટીમ આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં લીગ સ્ટેજની છેલ્લી મેચ રમી રહી છે. દુબઈમાં રમાઈ રહેલી આ મેચમાં તેનો સામનો ન્યુઝીલેન્ડ સામે છે. બંને ટીમો સતત બે મેચ જીતીને વાપસી કરી રહી છે. એટલે કે બંનેની નજર જીતની હેટ્રિક ફટકારવા પર હશે. જો જોવામાં આવે તો બંને ટીમો માટે આ કપરી મેચ છે અને આ ટુર્નામેન્ટની સૌથી મુશ્કેલ મેચ પણ છે. બંને સેમિફાઈનલમાં પહોંચી ગયા છે અને મોટી મેચ પહેલા જીતીને મનોબળ વધારવા ઈચ્છશે.
આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યાની ઈનિંગની મદદથી 249 રન બનાવ્યા હતા. કિવી ટીમને જીતવા માટે 250 રનની જરૂર છે.
250 રનનો પીછો કરી રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ માટે વિલ યંગ અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર આવ્યા છે. ભારત તરફથી પ્રથમ ઓવર મોહમ્મદ શમીએ ફેંકી હતી. તેણે આ ઓવરમાં 4 રન આપ્યા હતા.
હાર્દિક પંડ્યાએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે રચિન રવિન્દ્રને પેવેલિયનમાં મોકલ્યો હતો. કિવી ઓપનરે 12 બોલમાં 6 રનની ઇનિંગ રમી હતી. અક્ષર પટેલે રચિનનો શાનદાર કેચ લીધો હતો.
પ્લેઇંગ-11 ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.
ન્યુઝીલેન્ડ: મિચેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મેટ હેનરી, કાયલ જેમિસન, વિલિયમ ઓ'રર્કે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
