તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
ભારતની બી ટીમ પણ પાકિસ્તાન ટીમને મોટી ટક્કર આપી શકે :સુનીલ ગાવસ્કરે કર્યો કટાક્ષ
લિટલ માસ્ટરે કહ્યું હાલ ભારતની બી ટીમના ફોર્મને જોતા તેને હરાવવું પાકિસ્તાન માટે મુશ્કેલ

રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં સોમવારે ન્યુઝીલેન્ડની સામે બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યા બાદ યજમાન પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે. આ સાથે જ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ અને ભારતની સેમીફાઈનલમાં જગ્યા પાક્કી થઈ ગઈ છે. યજમાન ટીમ 6 દિવસમાં જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતાં ભારતની પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરે તેમની મજા લીધી હતી.
સુનીલ ગાવસ્કરે સ્પોર્ટસ ટુડે સાથે વાત કરતાં કહ્યું કે મને લાગે છે કે ભારતની બી ટીમ ચોક્કસ પાકિસ્તાનને મોટી ટક્કર આપી શકે છે. જો કે સી ટીમને લઈને હું કન્ફર્મ નથી. હાલ ભારતની બી ટીમના ફોર્મને જોતા તેને હરાવવું પાકિસ્તાન માટે મુશ્કેલ છે.
સુનીલ ગાવસ્કરે કહ્યું કે મને લાગે છે કે નવાઈની વાત છે કે ટીમમાં બેન્ચ સ્ટ્રેન્થનો અભાવ છે. પાકિસ્તાનમાં હંમેશાથી કુદરતી ટેલેન્ટ રહી છે. કુદરતી એટલે કે તેઓ ટેકનીકની રીતે ક્યારેય યોગ્ય હોય ન શકે. પરંતુ તેમની પાસે બેટ અને બોલની સરળ સમજ હતી. ઇન્જમામ-ઉલ-હક જુઓ, તો તમે કોઈ પણ યુવાન બેટ્સમેનને આવું કરવાની સલાહ નહીં આપો, પરંતુ તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો. જેનાથી તેણે કોઈપણ ટેકનિકલ ખામીઓને પૂરી કરી.
પાકિસ્તાનની આગામી મેચ બાંગ્લાદેશ સામે છે. જો કે આ મેચ ખાલી ઔપચારિકતા છે. તેમના હારજીતથી પરિણામો પર કંઈ ફરક નહિ પડે. જો કે કેપ્ટન મોહમ્મદ રિજવાને આગળની મેચોમાં મળેલી હારની શરમમાંથી બચવા બાંગ્લાદેશ સામે જીતવું પડશે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
