<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો 5 વિકેટથી વિજય :જોસ ઈંગલિસની શાનદાર સદી

ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડે ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ કરીને જીત મેળવી : ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 351 રન બનાવ્યા હતા

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડ સામે ધમાકેદાર વિજય થયો છે. ઈંગ્લેન્ડે જીતવા માટે 50 ઓવરમાં 352 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવી જીત મેળવી હતી.

આ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડે ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ કરીને જીત મેળવી છે.

આ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરવા આવેલા ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 351 રન બનાવ્યા હતા. બેન ડકેટે 143 બોલમાં 165 રન બનાવ્યા. આ દરમિયાન તેણે17 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.

માર્નસ લાબુશેને તેને પોતાની જાળમાં ફસાવ્યો. તેમના સિવાય જો રૂટે 68 રન બનાવ્યા હતા. બ્રાયડન કાર્સે ઇંગ્લેન્ડને મેચમાં પુનરાગમન કરાવ્યું હતુ. તેણે 42મી ઓવરમાં એલેક્સ કેરીને જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો. કેરીએ 63 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી.

 

(11:02 PM IST)