<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

જો પાકિસ્‍તાન સામે કરી તો ટીમ ઈન્‍ડિયાને બહુ ભારે પડશે

બાંગ્‍લાદેશ સામે કરેલ ભૂલો

નવી દિલ્‍હીઃ આવતીકાલ રવિવાર ૨૩ ફેબ્રુઆરીએ દુબઈ ઈન્‍ટરનેશનલ સ્‍ટેડિયમમાં એક મોટી ક્રિકેટ મેચ રમાવ જઈ રહી છે. ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫ની પાંચમી મેચમાં એશિયાના પરંપરાગત દુશ્‍મન ભારત અને પાકિસ્‍તાનની ટીમો સામસામે ટકરાશે. ટીમ ઈન્‍ડિયા પોતાના કટ્ટર હરિફ સામેની મેચ જીતવા માટે મેદાનમાં ઉતરશે. પાકિસ્‍તાન સામે મુશ્‍કેલ સ્‍થિતિના ડરનુ સૌથી મોટું કારણ બાંગ્‍લાદેશ સામે ટીમ ઈન્‍ડિયાની ફિલ્‍ડિંગ હતી. જો કે ટીમ ઈન્‍ડિયા પાસે ઘણા શાનદાર ફિલ્‍ડર્સ છે, પરંતુ પ્રથમ મેચમાં નબળી સ્‍થિતિ જોવા મળી હતી અને તેમાં કેપ્‍ટન રોહિત શર્મા પણ સામેલ હતો. ભારતીય ટીમ આ મેચમાં બે આસાન કેચ ચૂકી હતી, જેમાં રોહિતે પહેલી ભૂલ કરી હતી. રોહિતે અક્ષર પટેલના બોલ પર ઝાકિર અલીનો સીધો કેચ ના લીધો, જેના કારણે અક્ષર હેટ્રિક પૂરી કરી શકયો નહીં. ઝાકિરે ફરી એક શાનદાર ઇનિંગ રમીને બાંગ્‍લાદેશને મજબૂત સ્‍થિતિમાં લાવી દીધુ હતું.

(4:37 PM IST)