<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ટીમ ઇન્ડિયાના મેચ પહેલા માઠા સમાચાર :ભારત-બાંગ્લાદેશ મેચમાં પડશે વરસાદ? : જાણો કેવું રહેશે દુબઈમાં હવામાન

ટીમ ઈન્ડિયા કાલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે ટકરાશે:મેચ પર કુદરતી આફતનો ભય :અહેવાલો છે કે મેચ દરમિયાન વરસાદ પડી શકે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 20 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. પરંતુ આ દિવસે વરસાદની અપેક્ષા છે. મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. એવું બની શકે છે કે હવામાનને કારણે ભારતીય ટીમને પહેલી જ મેચમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો આગળનો રસ્તો પણ મુશ્કેલ બની શકે છે

  એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચના દિવસે દુબઈમાં વરસાદ પડી શકે છે. વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા છે. દિવસ દરમિયાન તાપમાન ધીમે ધીમે વધશે જ્યારે રાત્રે વાતાવરણ થોડું ભેજવાળું થઈ શકે છે. વરસાદને કારણે ટીમ ઈન્ડિયાને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને આ સ્થિતિમાં તેમણે પોતાની રણનીતિ પણ બદલવી પડશે. આ મેચમાં ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

   દુબઈની પિચ વિશે ચાહકોના મનમાં ઘણા પ્રશ્નો છે. ચાહકો જાણવા માંગે છે કે દુબઈની પીચની હાલત શું હશે? દુબઈની પિચ બોલરો અને બેટ્સમેન બંને માટે સરળ નથી. પરંતુ તાજેતરમાં અહીં ILT20 2025ની 15 મેચ રમાઈ હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ તે પિચ પર રમાશે નહીં જે પર આ મેચો રમાઈ હતી. ટીમ ઈન્ડિયાની મેચો માટે બે પિચ નક્કી કરવામાં આવી હતી. PTIના સૂત્રોએ કહ્યું હતું કે જો મેચ નવી પિચ પર રમાશે તો બેટ્સમેન અને બોલર બંનેને સમાન મદદ મળશે. શરૂઆતમાં પેસ બોલરો પિચ પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે જ્યારે સમય જતા સ્પિનરો પ્રભુત્વ જમાવી શકે છે.

  ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટોસ ભારતીય સમય મુજબ બપોરે 2:00 વાગ્યે થશે. મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ભારતમાં આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ અને નેટવર્ક 18 ચેનલ પર લાઈવ જોઈ શકાશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ પર થશે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

(11:11 PM IST)