<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ટીમ ઇન્ડિયામાં આંતરિક વિખવાદ :મિસ્ટર ફિકસ ઇટ કોણ?

ડ્રેસીંગ રૃમની માહિતી લીક કરતાં યુવા ખેલાડીથી ગૌતમ ગંભીર નારાજ હતો

નવી દિલ્હીઃ દુબઇમાં રોહિત શર્મા અને તેના સાથી આઈસીસી એકેડેમીમાં છેલ્લા કેટલાક દિવસથી અભ્યાસ કરી રહ્યા છે. જો કે આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાના કેમ્પથી અચાનક એવા સમાચાર આવ્યા છે કે જેણે હડકંપ મચાવી દીધો છે.

ઓસ્ટ્રેલિયામાં મળેલી હાર બાદ ચેમ્પિયન્સ ટ્રોફી ભારતીય ક્રિકેટ ટીમ માટે દબદબો ઊભો કરવાની સુવર્ણ તક છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત ૧-૩ના અંતરથી હાર્યું હતું. અનેક રિપોર્ટ્સમાં દાવો કરાયો કે ભારતીય ડ્રેસિંગ રૃમમાં બધુ ઠીક નહતું. અનેક રિપોર્ટ્સમાં દાવો કરાયો કે ભારતીય ડ્રેસિંગ રૃમમાં બધુ ઠીક નહતું. એક રિપોર્ટમાં કોઈ એક 'મિસ્ટર ફિકસ ઈટ' વિશે જણાવવામાં આવ્યું, જે ભારતના વચગાળાના કેપ્ટન બનવાની મહત્વકાંક્ષા રાખતો હતો. જ્યારે અન્ય એક રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો કે કોચ ગૌતમ ગંભીર એક યુવા ખેલાડીથી નારાજ હતા જે ડ્રેસિંગ રૃમની માહિતી લીક કરતો હતો. અનેક વિશેષજ્ઞોનું માનવું હતું કે ટીમમાં એકજૂથતાની કમી હતી.

ટાઈમ્સ નાઉના રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવ્યું છે કે વર્તમાન ભારતીય વિકેટકિપરને લાગે છે કે તેણે  શ્નબહારી કારણલૃથી પોતાની જગ્યા ગુમાવી દીધી છે. તે વિકેટકિપર બેટ્સમેન વનડે પ્લેઈંગ ઈલેવનમાં પહેલી પસંદ નથી. રિપોર્ટમાં ખેલાડીનું નામ જણાવવામાં આવ્યું નથી. તેમાં એ પણ નથી જણાવાયું કે વિકેટકિપર ચેમ્પિયન્સ ટ્રોફી ટીમનો ભાગ છે કે નહીં.

હાલમાં કે એલ રાહુલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની વિકેટકિપર તરીકે પહેલી પસંદ છે. ગૌતમ ગંભીરે તેને પુષ્ટિ અગાઉ કરી દીધી હતી. ઋષભ પંત ટીમમાં બીજો વિકેટકિપર છે. ટ્રેનિંગ સેશન દરમિયાન હાર્દિક પંડ્યાના શોટથી ઘૂંટણ પર ઈજા થવાના કારણે ઋષભ પંતને થોડી પરેશાની થતી હતી. તે થોડો લંગડાતો જોવા મળ્યો હતો. તેણે વિકેટકિપિંગ અને ફિલ્ડિંગનો અભ્યાસ છોડી દીધો અને બેટિંગ કરતી વખતે થાકેલો જોવા મળ્યો.

બીજી બાજુ ફિનિશરની ભૂમિકા માટે તૈયાર થઈ રહેલા વિકેટકિપર બેટર કે એલ રાહુલે પોતાની મોટી હિટિંગ સ્કિલ પર કામ કર્યું. રાહુલ સામાન્ય રીતે પોતાની સોલિડ ટેક્નિકથી બેટિંગ માટે જાણીતો છે. તે ટ્રેનિંગમાં ગિયર બદલતો જોવા મળ્યો. તેણે આક્રમક શોટ રમવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું.

(4:47 PM IST)