તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
દુબઈમાં રોહિત શર્મા કારમાં રવિન્દ્ર જાડેજાની હેર સ્ટાઈલ જોઈને ખડખડાટ હસી પડયો

નવી દિલ્હીઃ ટીમના ખેલાડીઓ મજાક મસ્તી સાથે હળવા મૂડમાં દેખાઈ રહ્યા છે. આવામાં ટીમનો મેચ પહેલા ફોટોગ્રાફીનો એક મહત્વનો વીડિયો બીસીસીઆઇ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા એક બાબતની ગણતરી કરતા જોવા મળી રહ્યા છે. ફોટોગ્રાફી માટે જતા પહેલા કારમાં રોહિત શર્મા ઓલરાઉન્ડર ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજાની હેરસ્ટાઈલ જોઈને એક કમેન્ટ કરીને હસી પડે છે.
કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા આઇસીસી કેટલી ટ્રોફી રમ્યા છે તેની ગણતરી કરતા જોવા મળ્યા છે, જેમાં રોહિત શર્મા પોતે કેટલી આઇસીસી ટ્રોફી રમ્યો છે તેની ગણતરી કરવાની સાથે બન્ને મજાક મસ્તી કરતા પણ જોવા મળે છે. રોહિત શર્મા પોતે ૧૫ આઇસીસી ટ્રોફીમાં હેડશોટ એન્ડ શાઈનિંગ રૃમ શૂટમાં હાજર રહ્યો હોવાની ગણતરી કરે છે, પછી તેમાં બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ઉમેરવાથી આ આંકડો ૧૭ પર પહોંચી જાય છે. જયારે જાડેજાએ આ પ્રકારની ૯ ઈવેન્ટ્સમાં હાજરી આપ્યાની ગણતરી કરે છે.
ફોટોશૂટ માટે જતી વખતે જડ્ડુ અને રોહિત કારમાં આઇસીસી ઈવેન્ટ્સ વિશે વાત કરતા હોય છે તે દરમિયાન રવિન્દ્ર જાડેજાની હેરસ્ટાઈલ જોઈને રોહિત શર્માને આશ્ચર્ય થાય છે, રોહિત શર્મા જાડેજાની હેરસ્ટાઈલ તરફ જોઈને તેને કહે છે કે, તુ એસે કરેગા? તો જાડેજા કહે છે કે, ઔર કોઈ ઓપ્શન ભી નહીં હૈ..
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
