<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પ્રથમ બાંગ્લાદેશ સામે ટક્કર : જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકશો લાઈવ મેચ

ટૂર્નામેન્ટની બીજી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે :જાણો આ મેચ ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે.

મુંબઈ :આજે 19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની શરૂઆત થઈ રહી છે. પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે આ ટૂર્નામેન્ટની બીજી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાવાની છે. બંને ટીમો આ મોટા ટુર્નામેન્ટમાં જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવા માંગશે. જાણો આ મેચ ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે.

ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ મેચમાં ભારતને રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. બંને મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ પહેલા ફોર્મમાં પાછા ફર્યા છે. રોહિતે કટકમાં ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. જ્યારે કોહલીએ અમદાવાદમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડ સામે અડધી સદી ફટકારી હતી.

 

ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 20 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ રમાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર જોઈ શકાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ પર જોઈ શકાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 2 વાગ્યે થશે.

(12:11 PM IST)