તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th February 2025
વનડે ક્રિકેટમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો : 54 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ બન્યું
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 માં ઓમાને નામિબિયાને એક રોમાંચક મેચમાં હરાવ્યું: ઓમાન 2 વિકેટથી જીત્યું અને આ જીત દરમિયાન તેમણે એક વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો

મુંબઈ :વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર હવે ચેમ્પિયન્સ ટ્રોફી પર કેન્દ્રિત છે. તો બીજી તરફ અલ અમીરાતમાં રમાયેલી એક મેચમાં એવો રેકોર્ડ બન્યો છે જે ODI ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર જોવા મળ્યો છે. આ મેચ નામિબિયા અને ઓમાન વચ્ચે રમાઈ હતી. ઓમાને આ મેચ 2 વિકેટે જીતી લીધી. પરંતુ આ મેચ દરમિયાન ઓમાને એક અદ્ભુત રેકોર્ડ બનાવ્યો હતો.
આ મેચમાં ઓમાનના એક પણ ફાસ્ટ બોલરે બોલિંગ કરી નહીં અને તેના સ્પિનરોએ નામિબિયાને 96 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ઓમાન વિશ્વની પહેલી ટીમ છે જેણે ફાસ્ટ બોલરનો ઉપયોગ કર્યા વિના બધી 10 વિકેટ લીધી હોય.
ઓમાને નામિબિયા સામે પ્રથમ બોલિંગ કરી અને પહેલી ઓવર જય ઓડેરાએ ફેંકી, જે એક ઓફ-સ્પિનર છે. તેની સાથે ડાબા હાથનો સ્પિનર શકીલ અહેમદ બોલિંગ કરતા જોવા મળ્યા, જે ડાબા હાથનો સ્પિનર છે. આ બંનેએ મળીને નામિબિયાની 6 વિકેટ લીધી. આમિર કલીમે પણ 2 વિકેટ લીધી. આ ઉપરાંત, સિદ્ધાર્થ બુક્કાપટ્ટનમ અને સમય શ્રીવાસ્તવને 1-1 સફળતા મળી. નામિબિયાની આખી ટીમ 33.1 ઓવરમાં 96 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
ઓમાન પાસે નાનો ટાર્ગેટ લક્ષ્ય હતો, પરંતુ તેમ છતાં તેને 97 રનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આમિર કલીમ અને જતિન્દર સિંહે ટીમને સારી શરૂઆત અપાવી. પરંતુ જતિન્દર સિંહ આઉટ થતા જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. 42 રનમાં પહેલી વિકેટ ગુમાવનાર ઓમાન ટીમે ટૂંક સમયમાં 79 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, 87 રનમાં 8 વિકેટ પડી ગઈ. અંતે હાશિર દફેદાર અને સિદ્ધાર્થે સમજદારીપૂર્વક બેટિંગ કરીને ઓમાનને જીત અપાવી હતી.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
