<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં ચેમ્‍પિયન બનનાર ટીમને મળશે ૧૯.૪૬ કરોડ રૂપિયાઃ રનર્સઅપ ટીમને ૯.૭૩ કરોડ

ગૃપ સ્‍ટેજમાં મેચ જીતશે તે ટીમને ર૯.પ૩ લાખઃ ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની પ્રાઇઝમનીની જાહેરાત

નવી દિલ્‍હીઃ આઈસીસી ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫ની શરૂઆતમાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. ટુર્નામેન્‍ટની શરૂઆત ૧૯ ફેબ્રુઆરીએ કરાચીમાં પાકિસ્‍તાન અને ન્‍યૂઝીલેન્‍ડની વચ્‍ચેની મેચથી થશે. ટીમ ઈન્‍ડિયા પોતાની પહેલી મેચ ૨૦ ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્‍લાદેશ સાથે રમશે.

દરમિયાન ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે આઈસીસીએ પ્રાઈઝ મનીની જાહેરાત કરી દીધી છે. ચેમ્‍પિયન્‍સ  ટ્રોફી ૨૦૨૫ની  વિજેતા ટીમને ૨.૨૪ મિલિયન ડોલર (લગભગ ૧૯.૪૬ કરોડ રૂપિયા) મળશે. ઉપવિજેતા ટીમને ૧.૧૨ મિલિયન ડોલર (લગભગ ૯.૭૩ કરોડ રૂપિયા) મળશે. સેમિફાઈનલ હારનારી બંને ટીમને એક સમાન ૫૬૦,૦૦૦ ડોલર (લગભગ ૪.૮૬ કરોડ રૂપિયા) મળશે.

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં દરેક મેચ મહત્ત્વની રહેશે. ગ્રૂપ સ્‍ટેજમાં મેચ જીતવા પર ટીમને ૩૪૦૦૦ ડોલર (લગભગ ૨૯.૫૩ લાખ રૂપિયા) મળશે.

 

(3:46 PM IST)