<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં ધવન અલગ રોલમાં આઇસીસીએ આપી જવાબદારી

ટુર્નામેન્‍ટનો બ્રાન્‍ડ એમ્‍બેસેડર બનાવાયો

નવી દિલ્‍હીઃ ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન ફરી એકવાર ચર્ચામાં આવ્‍યો છે. આ વખતે તેને આઈસીસી ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫માં એન્‍ટ્રી મળી છે. જોકે ધવન ખેલાડી તરીકે નહીં, પરંતુ અલગ જ રોલમાં જોવા મળશે. ધવનને આ ઇવેન્‍ટનો એમ્‍બેસેડર બનાવવામાં આવ્‍યો છે.

ધવન સિવાય આઇસીસી પૂર્વ પાકિસ્‍તાન ટીમના કેપ્‍ટન તરીકે સરફરાઝ અહમદ,ઓસ્‍ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્‍ડર શેન વોટસન અને ન્‍યુઝીલેન્‍ડના ફાસ્‍ટ બોલર ટીમ સાઉથી સામેલ છે.

(4:08 PM IST)