<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

દુનિયાના ઘાતક બોલરો ટૂર્નામેન્‍ટમાંથી બહાર

બુમરાહ, કમિન્‍સ, સ્‍ટાર્ક, નોર્ખિયા અને હેઝલવૂડ ચેમ્‍યિન્‍સ ટ્રોફીમાંથી થયા આઉટ

નવિ દિલ્‍હીઃ ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં જાણે બોલર્સને નજર લાગી હોય એમ એક સાથે પાંચ પેસ બોલર ટુર્નામેન્‍ટમાંથી બહાર થઈ ગયા છે. જી હા, વર્લ્‍ડ ક્રિકેટમાં પેસ અટેકના પાંચ સૌથી મોટા નામ હતા તે આ આઈસીસી ટુર્નામેન્‍ટથી બહાર થઈ ગયા છે. પરિણામે ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માં બેટ્‍સમેનોનો દબદબો જોવા મળી શકે છે. એટલું જ નહીં ટુર્નામેન્‍ટના રોમાંચને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

 એવું એટલા માટે કેમ કે, બહાર થનાર એ પાંચ બોલર્સ જ નહોતા પરંતુ બોલિંગમાં વર્લ્‍ડ ક્રિકેટના પાંચ સૌથી મોટા નામ પણ છે. અમે વાત કરી રહ્યા છીએ બુમરાહ, પેટ કમિન્‍સ, મિચેલ સ્‍ટાર્ક, એનરિક નોર્ખિયા અને જોસ હેઝલવૂડની.

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીથી બહાર થયેલા પાંચ સ્‍ટાર બોલર્સમાંથી ૩ ઓસ્‍ટ્રેલિયાના છે અને તે ત્રણેય વ્‍હાઇટ બોલ ક્રિકેટમાં ઓસ્‍ટ્રેલિયાના સ્‍ટ્રાઇક બોલર છે. તેની સૌથી મોટી તાકાત છે. પરંતુ કોઈના કોઈ ઇજાના કારણે ઓસ્‍ટ્રેલિયાના આ બોલર પોતાની ટીમ માટે ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં રમતા જોવા મળશે નહીં.

(2:48 PM IST)