તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
અમદાવાદમાં ટીમ ઇન્ડિયાનો છેલ્લી મેચમાં વિજયી ડંકો : ઇંગ્લેન્ડને 142 રનથી કચડ્યું
અંતિમ વનડે મેચ જીતીને ભારતીય ટીમ ઇંગ્લેન્ડને વ્હાઇટવોશ કર્યું: શુભમણ ગીલની શાનદાર સદી :કોહલી અને અય્યરે ફિફટી ફટકારી : રાશિદે ચાર વિકેટ ઝડપી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમની આ છેલ્લી મેચ હતી. આ મેચ જીતીને ભારતીય ટીમ ઇંગ્લેન્ડને વ્હાઇટવોશ કર્યું છે. આ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં ભારતે 142 રનથી શાનદાર જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. ભારત તરફથી શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. શુભમન ગિલે 102 બોલમાં 112 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત શ્રેયસ ઐયરે 64 બોલમાં 78 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ઘણાં સમયથી ફોર્મથી બહાર ચાલી રહેલા વિરાટ કોહલીએ 55 બોલમાં 52 રનની સારી ઇનિંગ રમી હતી
ઇંગ્લેન્ડના લેગ સ્પીનર આદિલ રાશિદે ભારતની 4 વિકેટ ઝડપી હતી. રાશિદે 10 ઓવરમાં 64 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્ક વુડે બે વિકેટ ઝડપી હતી. જ્યારે સાકિબ મહમુદ, ગસ એટકિન્સન અને જો રૂટને એક-એક સફળતા મળી હતી.
અગાઉ, ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ગયા મેચનો સદી બનાવનાર રોહિત શર્મા બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. રોહિત ફાસ્ટ બોલર માર્ક વુડની બોલિંગમાં વિકેટકીપર ફિલ સોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે બે બોલમાં ફક્ત 1 રન બનાવ્યો. આ પછી, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ જવાબદારી સંભાળી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ. શુભમન ગિલે 51 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. કોહલીએ 50 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ કોહલીની ODI કારકિર્દીની 73મી અડધી સદી હતી.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
