<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં વિસ્ફોટક સદી ફટકારી ઇતિહાસ રચ્યો : તોડ્યા રેકોર્ડ

વિસ્ફોટક શૈલી સાથે બેટિંગ કરીને તેણે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી ફટકારી બોલરોને હંફાવ્યા

મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામેની શ્રેણીની પાંચમી T20 મેચમાં જોરદાર સદીની ઇનિંગ રમી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની માત્ર બીજી સદી હતી. વિસ્ફોટક ઈનિંગ રમતા અભિષેક શર્માએ માત્ર 37 બોલમાં 10 સિક્સર સાથે સદી ફટકારી હતી. અભિષેકની   મજબૂત બેટિંગની મદદથી ભારતે પાવરપ્લે બાદ 95/1નો સ્કોર બનાવ્યો હતો

વિસ્ફોટક શૈલી સાથે બેટિંગ કરીને તેણે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અભિષેક શર્મા પાંચમી ટી20માં ખૂબ જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. 17 બોલમાં અડધી સદી ફટકારી તેણે સૂર્યકુમારને રેકોર્ડને તોડી નાખ્યો છે.આ દરમિયાન તેણે તિલક વર્મા સાથે મળીને બીજી વિકેટ માટે સદીની ભાગીદારી પણ કરી હતી.

અભિષેક શર્માએ વિસ્ફોટક ઈનિંગ રમી માત્ર 37 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે, તેણે શ્રીલંકા (2017) સામે 35 બોલમાં સદી પૂરી કરી હતી.રોહિતે તે ઐતિહાસિક ઇનિંગ ઇન્દોરમાં રમી હતી. ભારતીય બેટ્સમેનોમાં ત્રીજી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ સંજુ સેમસન (40 બોલમાં વિરૂદ્ધ બાંગ્લાદેશ, 2024)ના નામે છે. આવી સ્થિતિમાં અભિષેકે સંજુના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

12  યુવરાજ સિંહ વિ ઈંગ્લેન્ડ ડરબન 2007
17 અભિષેક શર્મા વિ ઈંગ્લેન્ડ વાનખેડે મુંબઈ 2025
18 કેએલ રાહુલ વિ સ્કોટલેન્ડ દુબઈ 2021
18 સૂર્યકુમાર યાદવ વિ  સાઉથ આફ્રીકા ગુવાહાટી 2022

આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સંજુ સેમસને જોફ્રા આર્ચરના પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને મજબૂત શરૂઆત કરી હતી. જો કે સેમસન 16 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ અભિષેકે શાનદાર ઇનિંગ રમી હતી અને ઇંગ્લેન્ડના બોલરોને ખૂબ સારી રીતે ફટકાર્યા હતા. અભિષેકે ઝડપી રમવાનું ચાલુ રાખ્યું અને 17 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી.  અભિષેકની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ ત્રીજી અને આ શ્રેણીની બીજી અડધી સદી છે. ભારત માટે ટી20માં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે, જેણે 2007ના ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. 

(8:35 PM IST)