News of Wednesday, 29th January 2025
આઇસીસીમાં માથાકૂટ?: સીઇઓ જયોફ અલાર્ડિસનું રાજીનામું
ટી ર૦ વર્લ્ડ કપમાં ભ્રષ્ટાચાર અને આગામી ચેમ્પિયન ટ્રોફી અંગે બોર્ડના સભ્યોને સ્પષ્ટ કારણ રજુ ન કરી શકયા હોય રાજીનામું આપી દીધાની ભારે ચર્ચા

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) માં માથાકૂટ થઈ હોવાના અહેવાલ છે. આઇસીસી પુષ્ટી કરી છે કે જયોફ અલાર્ડિસે મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) પદેથી રાજીનામું આપી દીધું છે. જોકે ચેમ્પિયન્સ ટ્રોફીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેમના રાજીનામાએ અનેક ચર્ચાઓને વેગ આપ્યો છે.
જયોફ અલાર્ડિસ ૨૦૧૨આઇસીસી માં જનરલ મેનેજર તરીકે જોડાયા હતા. તેમને નવેમ્બર ૨૦૨૧માં આઇસીસીના સીઇઓ બનાવાયા હતા. તેના પહેલા જયોફ આઠ મહિના સુધી કાર્યવાહક સીઇઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા. જોકે રાજીનામું આપતાં જ તેમણે એક નિવેદન જાહેર કર્યું જેમાં કહ્યું કે આઇસીસીઅમે જે પરિણામો મેળવ્યા તે અવિશ્વસનીય છે અને મને તેના પર ગર્વ છે. મારું માનવું છે કે મારા માટે પદ છોડવું અને નવા પડકારોનો સામનો કરવાનો આ યોગ્ય સમય છે.
જયોફ અલાર્ડિસનું આઈસીસીના સીઈઓ પદથી અચાનક રાજીનામું આપવાનું કોઈ ચોક્કસ કારણ તો હજુ સામે આવ્યું નથી પણ એવું મનાય છે કે ગત વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાયેલા ટી-૨૦ વર્લ્ડકપમાં ભ્રષ્ટાચાર અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી અંગે બોર્ડના સભ્યો સમક્ષ સ્પષ્ટ ચિત્ર રજૂ ન કરી શકવાને કારણે તેમણે પોતાનું પદ છોડી દીધું છે. ચેમ્પિયન્સ ટ્રોફીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાકિસ્તાન હજુ સુધી સ્ટેડિયમ નિર્માણકાર્ય પૂર્ણ કરી શક્યું નથી. આઈસીસીએ અલાર્ડિસને ચેમ્પિયન્સ ટ્રોફી અંગે રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું જે તે રજૂ કરી શક્યતા નહોતા. જય શાહ આઈસીસીના ચેરમેન બનતાં જ અલાર્ડિસ ઉપર દબાણ વધી ગયું હતું.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
