<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

ICC ટેસ્‍ટ ટીમ ઓફ ધ યર માં બુમરાહ, જાડેજા અને જયસ્‍વાલને સ્‍થાનઃ કમિન્‍સ કેપ્‍ટન

ઇગ્‍લેંડના ૪, ન્‍યુઝીલેન્‍ડના ર, શ્રીલંકા અને ઓસ્‍ટ્રેલીયાના ૧-૧ ખેલાડીની પસંદગી

નવી દિલ્‍હીઃ આઇસીસી દ્વારા મેન્‍સ ટેસ્‍ટ ટીમ ઓફ ધ યર ૨૦૨૪ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમના કેપ્‍ટન તરીકે ઓસ્‍ટ્રેલિયાના ફાસ્‍ટ બોલર પેટ કમિન્‍સને પસંદ કરવામાં આવ્‍યો છે. તો ભારતના ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

આ ટીમમાં ઈંગ્‍લેન્‍ડના સૌથી વધુ ૪ ખેલાડીઓને જગ્‍યા આપવામાં આવી છે. જયારે ભારતના ૩ ખેલાડીઓને ૧૧ સભ્‍યોની ટીમમાં સામેલ કરવામાં આવ્‍યા છે. જેમાં ફાસ્‍ટ બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્‍ડર રવીન્‍દ્ર જાડેજા અને ઓપનર યશસ્‍વી જયસ્‍વાલનો સમાવેશ છે. ન્‍યૂઝીલેન્‍ડના ૨, જયારે શ્રીલંકા અને ઓસ્‍ટ્રેલિયાના એક-એક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્‍યા છે.

આઈસીસી ટેસ્‍ટ ટીમ ઓફ ધ યર ૨૦૨૪ : યશસ્‍વી જયસ્‍વાલ, બેન ડકેટ, કેન વિલિયમસન, જો રૂટ, હેરી બ્રુક, કુસલ મેન્‍ડિસ, જેમી સ્‍મિથ, રવીન્‍દ્ર જાડેજા, પેટ કમિન્‍સ, મેટ હેનરી, જસપ્રીત બુમરાહ.

(11:01 AM IST)