તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
વીરેન્દ્ર સેહવાગે ઇન્સ્ટાગ્રામ પર પત્નીને કરી અનફોલોઃ સોશિયલ મીડિયા પર છૂટાછેડાની અફવાઓ

મુંબઇ તા. ર૪: ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ અને તેમની પત્ની આરતી અહલાવત વચ્ચેના મતભેદો અને ર૦ વર્ષ પછી તેમના લગ્ન તૂટવાના સમાચાર વાયરલ થઇ રહ્યા છે. આમાં કેટલી સત્યતા છે તે અંગે ર૦ વર્ષ પછી તેમના લગ્ન તૂટવાના સમાચાર વાયરલ થઇ રહ્યા છે. આમાં કેટલી સત્યતા છે તે અંગે બંનેએ હજુ સુધી સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી, જોકે, એવું કહેવાય છે કે બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.
નજફગઢના નવાબ તરીકે જાણીતા ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગ અને તેમની પત્ની આરતી ભારતીય ક્રિકેટના સૌથી લોકપ્રિય યુગલોમાંના એક રહ્યા છે. બંનેના લગ્ન ર૦ વર્ષ પહેલા થયા હતા પરંતુ હવે એવી અફવાઓ છે કે તેમના લગ્ન તૂટી જવાના છે. બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. અત્યાર સુધી વીરૂ અને આરતીએ આ અંગે સત્તાવાર રીતે કંઇ સ્પષ્ટ કર્યું નથી.
અહેવાલ મુજબ એવી ચર્ચા છે કે સેહવાગ અને આરતી છેલ્લા ઘણા મહિનાઓથી અલગ રહી રહ્યા છે. સેહવાગે ગઇ દિવાળી પર પોતાના દીકરાઓ અને પોતાની માતા સાથેની તસવીરો પોસ્ટ કરી હતી પરંતુ આરતીનો કોઇ ઉલ્લેખ નહોતો.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
