તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Saturday, 18th January 2025
રોહિત શર્માએ કહ્યું - આગામી રણજી ટ્રોફી રમીશ , ખેલાડીએ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ક્રિકેટ સિવાયનો થોડો સમય કાઢવો જોઈએ
જે ખેલાડીઓ તમામ ફૉર્મેટ ન રમતા હોય અને જો ડોમેસ્ટિક ક્રિકેટની મૅચો એ અરસામાં રમાવાની હોય તો તેઓ એમાં રમવા માટે સમય કાઢી શકે.’

મુંબઈઃ ભારતના ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્માએ બીસીસીઆઇના વડા મથક ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં રણજી ટ્રોફીની આગામી મૅચમાં પોતે રમશે કે કેમ એ વિશે સમર્થન આપતા કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર સામે રમાનારી આગામી રણજી મૅચમાં મુંબઈ વતી હું રમીશ.' સ્ટાર ખેલાડીઓએ પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવો જ જોઈએ એવી કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોની તેમ જ સોશિયલ મીડિયામાં અસંખ્ય ક્રિકેટ ચાહકોની ડિમાન્ડ બાબતમાં રોહિતે ભાર આપતા કહ્યું હતું કે આખું વર્ષ ભરપૂર ક્રિકેટ રમાતી હોય છે અને ખેલાડીએ એ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ક્રિકેટ સિવાયનો થોડો સમય કાઢવો પણ જરૂરી હોય છે.’
રોહિતે એવું પણ કહ્યું હતું કે કોઈ પણ ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટની અગ્રગણ્ય રેડ-બૉલ ટૂર્નામેન્ટને (આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સરખામણીમાં) ઊતરતી ન ગણતો હોય.' રોહિતનું કહેવું એવું હતું કે કોઈ પણ પ્લેયર (રણજી ટ્રોફી જેવી) ડોમેસ્ટિક ટૂર્નામેન્ટને અગત્યની ગણતો જ હોય. મુંબઈની આગામી રણજી મૅચ 23મી જાન્યુઆરીએ બાન્દ્રા (પૂર્વ)માં એમસીએ-બીકેસીના મેદાન પર જમ્મુ અને કાશ્મીર સામે રમાશે. વર્તમાન સીઝનમાં એલીટ, ગ્રૂપએ’માં 27 પૉઇન્ટવાળા અવ્વલ બરોડા પછી બીજા નંબરે જમ્મુ અને કાશ્મીરની ટીમ (23 પૉઇન્ટ) અને ત્યાર બાદ ત્રીજા સ્થાને મુંબઈ (22 પૉઇન્ટ) છે.
શું તમે જમ્મુ અને કાશ્મીર સામેની આગામી રણજી મૅચમાં રમશો? એવા એક પત્રકારના સવાલના જવાબમાં તેણે હા'માં જવાબ આપ્યો હતો. રોહિતે ત્યાર પછી તરત ઉમેરતાં કહ્યું હતું કેતમે છેલ્લા છ-સાત વર્ષના કૅલેન્ડર જોશો તો જણાશે કે વર્ષ દરમ્યાનના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે અમે વર્ષમાં સરેરાશ માંડ 45 દિવસ પણ ઘરે નથી રહી શક્યા. સામાન્ય રીતે આઇપીએલ પછી ક્રિકેટ સિવાય પણ થોડો સમય મળી જતો હોય છે. આપણી ડોમેસ્ટિક સીઝન ઑક્ટોબરમાં શરૂ થતી હોય છે અને માર્ચ સુધી ચાલતી હોય છે. જે ખેલાડીઓ તમામ ફૉર્મેટ ન રમતા હોય અને જો ડોમેસ્ટિક ક્રિકેટની મૅચો એ અરસામાં રમાવાની હોય તો તેઓ એમાં રમવા માટે સમય કાઢી શકે.’
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
