તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
બેટ્સમેન રિંકુ સિંહે સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઇ કરી : જાણો કોણ છે તેની વાગદત્તા
માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બની :તેણે મછલી શહેરમાંથી લોકસભાની ચૂંટણી જીતી; સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂકી છે:તેણીએ ભાજપના દિગ્ગજ નેતા બીપી સરોજને હરાવીને લોકસભામાં પ્રવેશ કર્યો : તેના પિતા પણ મછલી શહર લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે યુપી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી લીધી છે. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ છે. આ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે અને હવે આ ખેલાડી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. રિંકુ સિંહની વાગદત્તાની વાત કરીએ તો, તે માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બની હતી. તેણે મછલી શહેરમાંથી લોકસભાની ચૂંટણી જીતી હતી.
પ્રિયા સરોજ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂકી છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને ભાજપના દિગ્ગજ નેતા બીપી સરોજને હરાવીને લોકસભામાં પ્રવેશ કર્યો હતો. પ્રિયા સરોજના પિતા તુફાની સરોજ પણ મછલી શહર લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 1999, 2004 અને 2009માં લોકસભા ચૂંટણી જીતી હતી. જે બાદ તેમની પુત્રી પ્રિયા સરોજે મછલી શહરનું પ્રતિનિધિત્વ કર્યું અને તે દેશના બીજા સૌથી યુવા સાંસદોમાંથી એક છે.
પ્રિયા સરોજે નવી દિલ્હીની એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસ (BA)ની ડિગ્રી મેળવી હતી. પ્રિયા રાજે શૈક્ષણિક સફરને આગળ વધારતા એમિટી યુનિવર્સિટી, નોઈડામાંથી બેચલર ઓફ લોઝ (એલએલબી) ડિગ્રી મેળવી છે.
રિંકુ સિંહને કોઈ પરિચયની જરૂર નથી. આ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન ભારતીય ટીમના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે. T20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રિંકુ સિંહે ટીમ ઈન્ડિયા માટે 30 T20 મેચમાં 46થી વધુની એવરેજથી 507 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 160થી વધુ છે. રિંકુએ ટીમ ઈન્ડિયા માટે 2 ODI મેચ પણ રમી છે. આ સિવાય રિંકુ સિંહ IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો મહત્વનો હિસ્સો છે. રિંકુ સિંહને IPL 2025 માટે કોલકાતા નાઈટ રાઈડર્સે રિટેન કર્યો હતો. રિંકુ સિંહને આ સિઝન માટે 13 કરોડ રૂપિયા મળશે
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
