તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
જો કોઇ ટૂર્નામેન્ટ ૪૫ કે તેથી વધુ દિવસની હોય તો પરિવારને ખેલાડીઓ સાથે માત્ર ૧૪ દિવસ રહેવાની મંજૂરી આપવામાં આવશે : BCCI

ક્રિકેટરના પરિવાર માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે : તમામ ખેલાડીઓએ ટીમ બસમાં મુસાફરી કરવાની રહેશે
મુંબઇઃ નવા નિયમો અનુસાર , જો કોઇ ટૂર્મામેન્ટ ૪૫ કે તેથી વધુ દિવસની હોય તો પરિવારને ખેલાડીઓ સાથે માત્ર ૧૪ દિવસ રહેવાની મંજૂરી આપવામાં આવશે. જો ટૂર ઓછા દિવસની હોય તો તે ૭ દિવસની થઈ શકે છે. આ નિયમોમાં ક્રિકેટરની પત્નીઓ પણ આખા ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ સાથે રહી શકશે નહીં. ફક્ત ૨ અઠવાડિયા માટે પરિવાર સાથે રહી શકે છે. તમામ ખેલાડીઓએ ટીમ બસમાં મુસાફરી કરવાની રહેશે.
કોચ ગૌતમ ગંભીરના પર્સનલ મેનેજરને પણ વીઆઇપી બોક્સ કે ટીમ બસમાં બેસવા દેવામાં આવશે નહીં. તેમને બીજી કોઈ હોટેલમાં રોકાવું પડશે. જો ખેલાડીઓનો સામાન ૧૫૦ કિલોથી વધુ હોય તો બીસીસીઆઇ ખેલાડીઓને આપવામાં આવતી વધારાની લગેજ ફી ચૂકવશે નહીં. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝમાં કારમી હાર બાદ બીસીસીઆઇ દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
