તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
નીતિશ રેડ્ડી ઘૂંટણ પર તિરૂપતિ મંદિરની સીડીઓ ચડયોઃ ઇગ્લેન્ડ સિરીઝ માટે કરી પ્રાર્થના

મુંબઇઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરનાર નીતિશ કુમાર રેડ્ડીનું પ્રદર્શન શાનદાર રહ્યુંને હવે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ પર ફોક્સ કરી રહ્યો છે. આ વચ્ચે નીતિશ તિરુપતિ મંદિર પહોંચ્યો હતો, જયાં તે દ્યૂંટણ પર સીડી ચઢ્યો હતો.
નીતિશ કુમારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તિરુપતિ મંદિરની સીડીઓ ચઢી રહ્યા છે, તે પણ ઘૂંટણિયે. નીતિશ આ વીડિયોમાં લાલ ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. નીતિશનો આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા પછી લોકો નીતિશની ભારે પ્રશંસા કરી રહ્યા છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી૨૦ સિરીઝની શરૂઆત ૨૨ જાન્યુઆરીથી થઈ રહી છે. આ સિરીઝ માટે નીતિશની પણ પસંદગી કરવામાં આવી છે
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
