<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની પસંદગી આગામી 18-19 જાન્યુઆરીએ યોજાનાર બેઠકમાં કરાશે : રાજીવ શુકલા

દેવજીત સૈકિયા અને પ્રભતેજ સિંહ ભાટિયા રવિવારે એસજીએમમાં ક્રમશઃ સેક્રેટરી અને ટ્રેઝરર તરીકે ચૂંટાયા

મુંબઈ : IPL 2025 ક્યારે શરૂ થશે? આ સવાલ ઘણા સમયથી ક્રિકેટ ચાહકોના મનમાં ચાલી રહ્યો હતો. હવે આ સવાલનો જવાબ મળી ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ 18મી સિઝનની શરૂઆતની તારીખની પુષ્ટિ કરી છે. તેણે રવિવારે કહ્યું કે આગામી સિઝન 21 માર્ચથી શરૂ થશે. રાજીવે અગાઉ માહિતી આપી હતી કે નવી સીઝન 23 માર્ચથી શરૂ થશે. જોકે, બાદમાં તેણે ખુલાસો કર્યો હતો કે સીઝન 21 માર્ચથી શરૂ થશે. તેણે ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમની જાહેરાત અંગે પણ મહત્વપૂર્ણ અપડેટ આપી.

રાજીવે બીસીસીઆઈની સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM) બાદ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં ચૂંટણી સિવાય કંઈ જ રજૂ કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું, “આ બેઠકનો એક જ એજન્ડા હતો (ખજાનચી અને સચિવ પદ માટેની ચૂંટણી). તેથી, SGMમાં અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી ન હતી.'' SGM પછી, શુક્લા મહિલા પ્રીમિયર લીગ (WPL) સમિતિની બેઠકનો પણ ભાગ હતા

  બીસીસીઆઈના ઉપાધ્યક્ષે કહ્યું, “ડબલ્યુપીએલના સ્થળો લગભગ ફાઈનલ થઈ ગયા છે. રાજીવે કહ્યું કે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પસંદગીની બેઠક 18 કે 19 જાન્યુઆરીએ યોજાશે

 દેવજીત સૈકિયા અને પ્રભતેજ સિંહ ભાટિયા રવિવારે એસજીએમમાં ક્રમશઃ સેક્રેટરી અને ટ્રેઝરર તરીકે ચૂંટાયા હતા. બંને બિનહરીફ ચૂંટાયા હતા. જય શાહ અને આશિષ શેલારના રાજીનામા બાદ આ બંને જગ્યાઓ ખાલી પડી હતી. શાહને ગયા મહિને આઈસીસીના અધ્યક્ષ બન્યા બાદ સચિવ પદ છોડવું પડ્યું હતું, જ્યારે શેલારે મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા બાદ કોષાધ્યક્ષના પદ પરથી રાજીનામું આપ્યું હતું.


 

(11:46 PM IST)