<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાતમાં થઇ શકે છે વિલંબ : BCCI એ ICC પાસે સમય માંગ્‍યો

ઇંગ્‍લેન્‍ડ સામેની સિરીઝ માટે બુમરાહને આરામ અપાશે, બોલીંગની કમાન અર્શદીપ જવાબદારી સંભાળશે

નવી દિલ્‍હી : આઈસીસી ચેમ્‍પિયન્‍સ ટ્રોફી આવતા મહિને શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્‍ટ માટે ટીમ ઈન્‍ડિયાની પસંદગીની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ચાહકોને આશા હતી કે વરિષ્ઠ પસંદગી સમિતિ ટૂંક સમયમાં ટીમની જાહેરાત કરશે, પરંતુ હવે તેમાં વિલંબ થઈ શકે છે.

અજીત અગરકરની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિ ૧૨ જાન્‍યુઆરીએ ઈંગ્‍લેન્‍ડ સામે રમાનાર ચેમ્‍પિયન્‍સ ટ્રોફી અને ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી શકે છે, પરંતુ ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ હવે આઈસીસીને પૂછયું છે. આ માટે એક્‍સ્‍ટેંશન માંગી શકે છે.

ક્રિકબઝના અહેવાલ મુજબ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે ટીમની જાહેરાત ૧૮-૧૯ જાન્‍યુઆરીએ થઈ શકે છે. ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. જો કે, ઈંગ્‍લેન્‍ડ સાથે રમાનારી પાંચ મેચોની ટી-૨૦ શ્રેણી માટે ટીમની જાહેરાત થોડા દિવસોમાં થઈ શકે છે.

ટી-૨૦ શ્રેણીમાં વધુ ફેરફારની અપેક્ષા નથી. તેમાં લગભગ એવા જ ખેલાડીઓ હશે જે બાંગ્‍લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામે રમ્‍યા હતા. જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.  ટી૨૦માં બોલિંગ આક્રમણની જવાબદારી અર્શદીપ સિંહ સંભાળશે.

(4:37 PM IST)