<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

ચેમ્‍પિયન ટ્રોફીમાં સુર્યા અને સેમસનને સ્‍થાન નહિં મળેઃ આકાશ ચોપરા

 

નવી દિલ્‍હીઃ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટે ગમે ત્‍યારે ભારતીય ટીવની જાહેરાત થઇ શકે છે. ત્‍યારેભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાનું માનવું છે કે ચેમ્‍પિયન્‍સ ટ્રોફી માટેની ટીમમાં સૂર્યકુમાર યાદવ અને સંજૂ સેમસન માટે જગ્‍યા નહીં હોય. પોતાની યુટ્‍યુબ ચેનલ પર વાત કરતી વખતે આકાશ ચોપરાએ કહ્યું, મને લાગે છે કે સૂર્યકુમાર યાદવ આ ટીમનો ભાગ નહીં હોય. તે વન-ડે નથી રમી રહ્યો અને વિજય હઝારેમાં પણ તેણે રન બનાવ્‍યા નથી. સંજૂ સેમસન બિલકુલ રમ્‍યો નથી. એક રમ્‍યો ન હતો અને બીજાએ રન બનાવ્‍યા ન હતા. મને લાગે છે કે ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની ટીમમાં સ્‍થાન મેળવવું થોડું મુશ્‍કેલ હશે. હવે ે આકાશની ભવિષ્‍યવાણી કેટલી સાચી પડે છે તે જોવાનું રહયું.

(12:18 PM IST)