તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
શું વધુ ભારતીય ખેલાડીના સંબંધોમાં તિરાડ પડી ? Instagram પર અનફૉલો કર્યો: ફોટો કાઢી નાખ્યો
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓના અંગત જીવનમાં ઉથલપાથલ : ઘણા ખેલાડીઓ પડકારોનો સામનો કરી રહ્યા છે.

મુંબઈ : છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને લઈને છૂટાછેડાના સમાચાર આવી રહ્યા છે. મોહમ્મદ શમીએ છૂટાછેડા લીધા હતા. આ પછી ટીમ ઈન્ડિયાના 'ગબ્બર' શિખર ધવન પણ તેની પત્નીથી અલગ થઈ ગયો. હાર્દિક પંડ્યા અને નતાશા પણ અલગ થઈ ગયા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના વધુ એક ક્રિકેટરના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર ક્રિકેટર મનીષ પાંડે અને તેની પત્ની અશ્રિતા શેટ્ટી વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા. બંનેએ ઈન્સ્ટાગ્રામ પરથી ફોટા પણ ડિલીટ કરી દીધા છે. બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. ક્રિકેટર મનીષ પાંડે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી.
મનીષ પાંડે અને અશ્રિતા શેટ્ટીના લગ્ન 2019માં થયા હતા. આશ્રિતાનો પરિવાર કર્ણાટકનો છે. તેણે તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. લગ્ન બાદ તે ઘણી વખત આઈપીએલ મેચ અને ઈન્ટરનેશનલ મેચોમાં જોવા મળી હતી. પરંતુ તે IPL 2024 દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી ન હતી. મનીષ પાંડે IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. આ સિવાય તેની ટીમે પણ ખિતાબ જીત્યો હતો. આ પછી પણ અશ્રિતાએ સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ નથી કરી
મનીષ પાંડે IPLમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે. તેણે 2009માં RCB તરફથી રમતા આ સિદ્ધિ મેળવી હતી. તેણે 2015માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. ભારત માટે તેણે 29 વનડેમાં 566 રન અને 39 ટી20માં 709 રન બનાવ્યા છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
