<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

બીજી વનડેમાં ન્યુઝીલેન્ડે કમાલ સર્જી : શ્રીલંકાને 113 રને હરાવીને શ્રેણી જીતી

રચિન રવિન્દ્ર અને માર્ક ચેમ્પમેનની શાનદાર બેટિંગ અને વિલિયમ ઓ'રર્કે બોલિંગથી જીત મેળવી

ન્યુઝીલેન્ડે બીજી વનડેમાં શ્રીલંકાને હરાવી શ્રેણી કબજે કરી લીધી હતી. શ્રેણીની બીજી વનડે હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડનો 113 રને વિજય થયો હતો. રચિન રવિન્દ્ર અને માર્ક ચેમ્પમેને બેટિંગમાં અને વિલિયમ ઓ'રર્કે બોલિંગમાં ન્યૂઝીલેન્ડને જીતવામાં મદદ કરી હતી

  વરસાદના કારણે મેચમાં વિક્ષેપ સર્જાયો હતો, જેના કારણે મેચ 37-37 ઓવરની રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડે શાનદાર બેટિંગ કરી અને 37 ઓવરમાં 255/9 રન બનાવી લીધા

  ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્રએ સૌથી મોટી ઇનિંગ રમી, તેણે 63 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 79 રન બનાવ્યા. આ સિવાય માર્ક ચેમ્પમેને 52 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. ત્યારબાદ રન ચેઝ માટે મેદાનમાં ઉતરેલી શ્રીલંકાની ટીમ 30.2 ઓવરમાં 142 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન વિલિયમ ઓ'રોર્કે 3 વિકેટ ઝડપી હતી

રન ચેઝ માટે મેદાનમાં ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 6 રનમાં પ્રથમ વિકેટ અને પછી બીજી અને ત્રીજી વિકેટ 18 રનમાં ગુમાવી હતી. પથુમ નિસાંકા (01) પહેલા આઉટ થયો હતો. ત્યારબાદ કુસલ મેન્ડિસ (02) પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી અવિશકા ફર્નાન્ડોએ પોતાની વિકેટ ગુમાવી, જે 2 ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો

ટીમની ઝડપી વિકેટોની શ્રેણી અહીં અટકી ન હતી. ટીમને ચોથો ફટકો 22 રન પર કેપ્ટન ચરિથ અસલંકા (04)ના રૂપમાં લાગ્યો હતો. ત્યારબાદ થોડીવાર માટે દાવ સ્થિર થયો અને ટીમે 79 રનમાં પાંચમી વિકેટ ગુમાવી. આ વખતે ઝેનિથ લિયાનાઝ આઉટ થયો, જેણે 31 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 22 રન બનાવ્યા.

  આ પછી ટીમને છઠ્ઠો ફટકો 126 રન પર, સાતમો ફટકો 129 રન પર, આઠમો ફટકો 131 રન પર, નવમો ફટકો 136 રન પર અને દસમો ફટકો 142 રન પર લાગ્યો હતો.

નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડ માટે વિલિયમ ઓ’રર્કે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ સિવાય જેકબ ડફીએ તેના ખાતામાં 2 વિકેટ લીધી હતી. રેસ્ટ મિશેલ સેન્ટનર, નાથન સ્મિથ અને મેટ હેનરીએ 1-1 વિકેટ લીધી હતી.



 

(12:57 AM IST)