તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પર બુમરાહ ઉપર લટકતી તલવાર : છ મહિના માટે ટીમ ઈન્ડિયાથી થઈ શકે બહાર

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ૬ મહિના સુધી ક્રિકેટથી દૂર રહે તેવી શક્યતા છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની જાહેરાત ૧૨ જાન્યુઆરી સુધીમાં થવાની છે.
પરંતુ જસપ્રિત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી રમશે કે નહીં તે પ્રશ્ન વધુ ઘેરો બન્યો છે. કારણ કે તેની ઈજા અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનું રમવું કે ન રમવું તે તેની ઈજાની સ્થિતિ પર નિર્ભર કરશે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પ્રથમ મેચ ૨૦ ફેબ્રુઆરીઍ રમવાની છે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
