<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

સિડનીની પિચ ભંગાર, પિચ પર ખુબ જ ઘાસ હતું: શું આઇસીસી પ્રતિબંધ લગાવશે?

દિગ્‍ગજ કોમેન્‍ટેટરોએ કહયું જો આવી પિચ ભારતમાં બની હોય તો હોબાળો મચી ગયો હોતઃ અનેક બેટસમેનો ઘાયલ થયાં હતાં

નવી દિલ્‍હીઃ તમે ડેડ પિચ વિશે દ્યણું સાંભળ્‍યું હશે પરંતુ બોલતી પિચ વિશે તમે કદાચ ઓછું સાંભળ્‍યું અથવા જોયું હશે. પરંતુ સિડનીની પિચને ડેથ વોરંટવાળી પિચની કેટગરીમાં આરામથી મૂકી શકાય છે, કારણ કે આ ૨૨ યાર્ડની પટ્ટીને લઈને એટલા સવાલો હતા કે જેનો જવાબ ભારતીય ટીમ મેનેજમેન્‍ટ પાસે નહોતો. માત્ર ભારત જ નહીં પરંતુ ઓસ્‍ટ્રેલિયાના દિગ્‍ગજ ક્રિકેટરે પણ પિચ પર દેખાયેલા દ્યાસ અંગે આશ્ચર્ય વ્‍યક્‍ત કર્યું હતું. ગ્‍લેન મેગ્રાથે પણ સિડનીની પિચ વિશે વાત કરીને કહ્યું કે, હું સિડની ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર ૧૪ વર્ષ રમ્‍યો છું, પરંતુ મે ક્‍યારેય પિચ પર આટલું દ્યાસ જોયું નથી.

પિચને લઈને સૌથી પહેલા સવાલ મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્‍કર અને ભૂતપૂર્વ વિકેટકીપર સબા કરીમે પણ ઉઠાવ્‍યા હતા, જેમાં સૌથી મોટો સવાલ એ હતો કે જો કોઈ ટેસ્‍ટ માત્ર અઢી દિવસમાં ખતમ થઈ જાય તો તે ખૂબ જ ગંભીર બાબત છે. પૂર્વ પસંદગીકાર અને ક્રિકેટરે તો ત્‍યાં સુધી કહ્યું કે આવી પીચો પર ટેસ્‍ટ મેચ રમવાનો શું ફાયદો જયાં માત્ર બોલરોને જ ફાયદો થાય. ભારતમાં સ્‍પિનિંગ પિચોને લઈને હોબાળો મચ્‍યો છે, તો પછી સિડનીની પિચ વિશે બધા મૌન કેમ છે?

કાંગારૂ બોલરોએ ભારતીય બેટસમેનો ઉપર બાઉન્‍સરો ફેકી ઇજાઓ પણ પહોંચાડી હતી. ભારતમાં જો પીચ જરૂર કરતાં વધુ ટર્ન આપે છે તો આખી દુનિયામાં હોબાળો થાય છે કે આવી પીચોને ડી-મેરિટ પોઈન્‍ટ આપવો જોઈએ, ઓસ્‍ટ્રેલિયા પણ ક્રિકેટનું પાવરહાઉસ છે, પરંતુ સત્‍ય એ છે કે જેણે પણ પીચને નરી આંખે જોઈ છે તે કહેશે કે મેચ ઓછી તૈયાર થયેલી પીચ પર યોજાઈ હતી. આ ખતરનાક પગલું હતું.

(3:52 PM IST)