તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
રોહિત વગરની ટીમ મેદાનમાં ઉતરી તો પણ ધબડકોઃ ૧૮પ રનમાં ઓલઆઉટઃ કાંગારૂઓને પણ ઝટકો
જયસ્વાલ, રાહુલ, ગિલ, વિરાટ, નીતિશ સહિતના બેટસમેનોએ મુંડાવ્યું: ઓસ્ટ્રેલીયા ૯/૧

નવી દિલ્હી, તા.૩: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સિડની ટેસ્ટમાં પણ ભારતીય ખેલાડીઓ ઘૂંટણીએ પડી ગયા હતા. વિરાટ કોહલીએ તો જાણે હથિયાર હેઠા મૂકયા હોય એવો ઘાટ થયો હતો. જોકે, કેપ્ટન જસપ્રિત બુમરાહનું પ્રદર્શન સારું રહ્યું હતું. ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલ કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો હતો.
સિડની ટેસ્ટના ત્રીજા સત્રમાં ભારતીય ટીમ ૭૨.૨ ઓવરમાં ૧૮૫ રન ઉપર આઉટ થઈ ગઈ છે. યશસ્વી જયસ્વાલ ૧૦ રન, કેએલ રાહુલ ૪ રન, શુભમન ગિલ ૨૦ રન, વિરાટ કોહલી૧૭ રન, ઋષભ પંત સૌથી વધારે ૪૦ રન, રવિન્દ્ર જાડેજા ૨૬ રન, નિતીશ રેડ્ડી ખાતું ખોલાયા વગર આઉટ થયો, વોશિંગટન સુંદર ૧૪ રન, પ્રસિદ્ધ કળષ્ણા ૨ રન બનાવી આઉટ થયો હતો. બુમરાહે ૧૭ બોલમાં ૨૨ રન બનાવ્યા હતા. સિરાજ ૧૭ રને અણનમ રહયો હતો.
ઓસ્ટ્રેલિયાના બોલરો સ્કોટ બોલેન્ડ ૪, સ્ટાર્ક ૩, કમિન્સ ૨ અને લિયોને ૧ વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાની શરુઆત ખરાબ રહી છે. ઉસ્માન ખ્વાજા આઉટ થયો છે. જસપ્રીત બુમરાહે વિકેટ લીધી છે. તે ૨ રન બનાવી આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૩ ઓવરમાં ૧ વિકેટ પર ૯ રન બનાવ્યા છે. સેમ કોનસ્ટાસ ૭ રન બનાવી ક્રિઝ પર છે. છેલ્લી ઓવરમાં ખુબ જ ગરમાગરમી જોવા મળી હતી. કોનસ્ટાર અને બુમરાહ વચ્ચે લડાઈ જોવા મળી હતી.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
