<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

આઉટ ઓફ ફોર્મ કેપ્‍ટન રોહિત નિર્ણાયક ટેસ્‍ટમાંથી બહારઃ બુમરાહ કેપ્‍ટનઃ ટીમ ઇન્‍ડિયા ૧ર૦/૬

ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ કેપ્‍ટન રોહિત શર્માને મેલબોર્ન ટેસ્‍ટમાં આરામ આપવામાં આવ્‍યો છે. બુમરાહને કેપ્‍ટન બનાવવામાં આવ્‍યો છે. ટીમ ઇન્‍ડિયા દાવમાં છેઅને આ લખાય છે ત્‍યારે પ૭ ઓવરમાં ૬ વિકેટે ૧૧૭ રનબનાવ્‍યા છે. યશસ્‍વી ૧૦, રાહુલ ૪, ગિલ ર૦ અને વિરાટ ૧૭, રન બનાવી આઉટ થયા છે. બેટસમેનોએ ફરી નિરાશ કર્યા છે. પંત ૪૦ અને નિતીશ ૦ રને આઉટ થયો છે. જાડેજા ૧૪ રને દાવમાં છે. સ્‍કોટ બોલેન્‍ડ ૪, સ્‍ટાર્ક અને લીયને ૧-૧ વિકેટ લીધી છે.

(12:05 PM IST)