News of Monday, 30th December 2024
ઓસ્ટ્રેલિયાને ફટકો : જોશ ઇગ્લીંશ ટેસ્ટ સીરીઝમાંથી બહાર

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેનો બેકઅપ વિકેટકીપર જોશ ઈંગ્લિશ ઈજાને કારણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી બોક્સિંગ-ડે ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે જોશ ઈંગ્લિશ ઈજાગ્રસ્ત થયો હતો અને તેના પિંડલીમાં તાણ આવી ગયો હતો. અત્યાર સુધી તેને સિરીઝની કોઈપણ મેચની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. હવે ઈંગ્લિશની ઈજાને કારણે બિગ બેશ લીગમાં તેના રમવા અંગે શંકા વધુ ઘેરી બની છે. તેની ઈજા કેટલી ગંભીર છે તે હજુ જાણી શકાયું નથી.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
