તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th December 2024
વિરાટ અને સેમ કોન્સ્ટાસ ટકરાયાઃ કોહલીને ઠંડો પાડવા માટે અમ્પાયરે વચ્ચે વડવું પડયુ
બન્ને ખેલાડીઓના ખભા ટકરાયા બાદ બોલાચાલી થઇ હતી, ઉસ્માન ખ્વાજા પણ કોહલીને સમજાવવા પહોંચી ગયો હતો

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં સીરિઝની ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાનો ઓપનર આમને સામને થઈ ગયા હતા, જેમાં કોહલીને ઠંડો પાડવા માટે અમ્પાયરે વચ્ચે પડવું હતું.
બોક્સિંગ ટેસ્ટમાં સ્ફોટક બેટિંગ કરી રહેલો સેમ કોન્સ્ટાસ ૬૫ બોલમાં ૬૦ રન બનાવીને આઉટ થયો હતો, સેમની વિકેટ પડી તે પહેલા તેની વિરાટ કોહલી સાથે ટક્કર થઈ હતી અને બન્ને આમને સામને આવી ગયા હતા, આ દરમિયાન અમ્પાયર સહિત બાકી ખેલાડીઓ પણ મામલો ઠંડો પાડવા માટે વચ્ચે પડ્યા હતા, જેમાં ઉસ્માન ખ્વાજાએ વિરાટ કોહલી પાસે જઈને તેને સમજાવવાની કોશિશ કરી હતી.
ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટમાં તાબડતોબ શરુઆત કરી હતી, જેમાં પીચનો છેડો બદલતી વખતે સેમ કોન્સ્ટાસ અને વિરાટ કોહલીના ખભા ટકરાઈ ગયા હતા, જે બાદ બન્ને વચ્ચે બોલાચાલી પણ થઈ ગઈ હતી, પરંતુ આ દરમિયાન અમ્પાયર વચ્ચે પડ્યા હતા અને ઉસ્માન ખ્વાજા પણ કોહલી તરફ દોડી આવ્યો હતો અને કંઈક સમજાવવાની કોશિશ કરી હતી.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
